31 January, 2026 12:24 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પશ્ચિમ બંગાળના પ્રધાન સોવનદેવ ચટ્ટોપાધ્યાય
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવારનું વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ થયા પછી પશ્ચિમ બંગાળના પ્રધાન સોવનદેવ ચટ્ટોપાધ્યાયે આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)નો પવાર સાથે ઝઘડો છે, BJP સત્તામાં રહેવા માટે પ્લેન પણ ક્રૅશ કરાવી શકે છે.
સોવનદેવ ચટ્ટોપાધ્યાયે આ વિમાન-દુર્ઘટનાની તપાસની માગણી પણ કરી છે. આ પહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે અને આમ આદમી પાર્ટી (AAP)એ પણ વિમાન-દુર્ઘટના વિશે સવાલ ઉઠાવ્યા હતા. મમતા બૅનરજીએ અજિત પવારના મૃત્યુની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગણી કરી હતી.
જોકે શરદ પવારે એને સંપૂર્ણપણે અકસ્માત ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે એમાં કોઈ રાજકારણ નથી.