તમે (મોદી) ઉદ્યોગપતિના ચોકીદાર, તો હું ખેડૂતોનો ચોકીદાર છું: રાહુલ

20 April, 2019 09:16 AM IST  |  બારડોલી

તમે (મોદી) ઉદ્યોગપતિના ચોકીદાર, તો હું ખેડૂતોનો ચોકીદાર છું: રાહુલ

રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે. કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ બારડોલીમાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદીને આડેહાથ લેતા કહ્યું હતું કે ‘ચોકીદાર ચોર તો છે જ પણ હવે અંબાણીના ઘરે જોવા મળે છે. ગરીબોના કે ખેડૂતોના ઘરે ક્યારેય દેખાતા નથી.’ રાહુલે કહ્યું, ‘તમે ઉદ્યોગપતિના ચોકીદાર છો, હું ખેડૂતોનો ચોકીદાર છું.’ મોદીની યોજનાઓ અને વાયદાઓ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘મોટા મોટા વાયદાઓ આપી દીધા જેમાંથી કશું જ મળ્યું નથી.’

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘છેલ્લાં પાંચ વર્ષમાં એક રૂપિયો પણ આવ્યો નથી. અગાઉ ૧૫ લાખ રૂપિયા લોકોનાં ખાતામાં આપવાની વાતો કરી હતી. નોટબંધી કરીને બાદમાં ગબ્બરસિંહ ટૅક્સ લગાવી દેનારા મોદીએ ગરીબો, નાના વેપારીઓ અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. અમારી સરકાર બનશે એટલે અમે આપેલા એક એક વાયદાઓ પૂરા કરીશું અને લોકોનાં ખાતામાં સીધા જ ૭૨ હજાર જમા કરાવીને ગરીબોને સાચા અર્થમાં મદદ કરીશું.’

આ પણ વાંચો : Video:ચૂંટણી સભામાં હાર્દિક પટેલ પર થઈ લાફાવાળી

તેમણે ૨૫ કરોડ લોકોને વર્ષના ૭૨ હજાર રૂપિયા આપવા પાછળનો તર્ક સમજાવતા જણાવ્યું હતું કે ‘કૉંગ્રેસ સરકાર આવશે તો નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીને જે ૪૫ હજાર કરોડ આપ્યા છે તેના ૩૦ ટકા ભારતના ગરીબ લોકોના બૅન્ક એકાઉન્ટમાં સીધા નાખી દઇશું. દર મહિને બૅન્કમાં જમા થઈ જશે. આ જ કૉંગ્રેસનું ગરીબી પરનું સર્જિકલ સ્ટ્રાઈક. નરેન્દ્ર મોદીએ ગરીબો, બેરોજગારો, ખેડૂતો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી, અમે ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઈક કરીશું.

rahul gandhi narendra modi gujarat Gujarat BJP congress