ગંગામાંથી વધુ 7 મૃતદેહ મળ્યા

13 May, 2021 02:28 PM IST  |  Ballia | Agency

ગંગા નદીમાં વધુ ૭ મૃતદેહ તરતા મળી આવતાં ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમાં વહાવી દીધેલા મૃતદેહોની સંખ્યા બાવન પર પહોંચી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

બિહારમાં બુક્સર ખાતે ચૌસામાંની ગંગા નદીના કાંઠે ડઝનબંધ મૃતદેહ જોવા મળતાં સ્થાનિક લોકોમાં ફફડાટ મચી ગયો હતો. કોરોના વાઇરસની ચેપી લહેરના માહોલમાં આ મૃતદેહો કોવિડના દરદીઓના હોવાનું મનાય છે. પી.ટી.આઇ.

ગંગા નદીમાં વધુ ૭ મૃતદેહ તરતા મળી આવતાં ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમાં વહાવી દીધેલા મૃતદેહોની સંખ્યા બાવન પર પહોંચી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. પાણીમાં વહાવી દેવાયેલા મૃતદેહોને કારણે સંક્રમણ વધુ ન પ્રસરે એ માટે વહીવટી તંત્ર દ્વારા તત્કાળ એની અંતિમક્રિયા કરી દેવામાં આવે છે. બલિયાના રહેવાસીઓએ જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે નરાહી વિસ્તારમાં ઉજિયાર, કુલ્હાડિયા અને ભારૌલી ઘાટ ખાતેથી લગભગ ૪૫ મૃતદેહો મળી આવ્યા હતા. આમાંના મોટા ભાગના મૃતદેહો કોરોનાપીડિત દરદીઓના હોવાનું મનાય છે.

મધ્ય પ્રદેશની નદીમાંથી બે મૃતદેહ મળ્યા
મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં આવેલી રુંઝ નદીમાં બે મૃતદેહો મળી આવ્યા હોવાનું જણાવતાં અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ બન્ને મૃતદેહો સાથે નદીમાં ત્યજી દેવાયેલા મૃતદેહોની સંખ્યા ૬ની થઈ છે. પરિવારજનોએ જણાવ્યા અનુસાર તેઓ કોવિડ પેશન્ટ નહોતા.

national news uttar pradesh ganga