12 June, 2025 07:00 AM IST | Indore | Gujarati Mid-day Online Correspondent
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (ફાઇલ તસવીર)
ઈન્દોરમાં સોનમ રઘુવંશીના ધ્રુજાવનારા હત્યાકાંડે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. મહિલા દ્વારા તેમના પતિની હત્યા કરવામાં આવતા આ એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ બધી ઘટનાઓનો ખાસ કરીને પુરુષો પર કેવી અસર કરે છે તે દર્શાવતા, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, “અભી ભારત મેં તો પત્નીઓ કા બડા ટ્રેન્ડ ચલ રહા….(આ યુગ પત્નીઓ વિશે છે).” તેમણે આગળ કહ્યું, “એક સે એક બ્લુ ડ્રમ વાલી ખતરનક દેવિયાં નિકાલ રહી હૈં…તુમને સુના નહીં ભારત કી ન્યૂઝ (શું તમે ભારતમાં ટ્રેન્ડિંગ સમાચાર સાંભળ્યા કે નહીં?).”
ધીરેન્દ્ર શાસ્ત્રી મેરઠ હત્યાકાંડનો ઉલ્લેખ કરી રહ્યા હતા જ્યાં મુસ્કાન રસ્તોગીએ તેના પ્રેમીની મદદથી કથિત રીતે તેના પતિની હત્યા કરી, તેના શરીરને કાપી નાખ્યો અને તેના અંગો વાદળી ડ્રમમાં છુપાવી દીધા. “અભી નવા સમાચાર ગઈકાલે આવ્યા…સોનમ! દેખો તો તુમ કહાનિયાં!” "હમારે જૈસે અવિવાહિત પુરુષ ડરને લગે હૈં…..(તાજેતરના ટ્રેન્ડિંગ સમાચાર છે... સોનમ! આ વાર્તાઓ જુઓ! અમારા જેવા અપરિણીત હવે ડરવા લાગ્યા છે.)"
"પહેલાં, અમે વિચારતા હતા કે અરેન્જ મૅરેજ વધુ સારા છે. પછી પ્રેમ લગ્ન અનુકૂળ લાગતા હતા..પરંતુ હવે, રાજાનો કેસ જાણ્યા પછી, લગ્ન પોતે જ નકામા લાગે છે!)." આ નિવેદન પર, શાસ્ત્રીની સભામાં આવેલા લોકો હસવા લાગ્યા, અને તેમના નિવેદનો સાથે સંમત પણ થયા. માત્ર શાસ્ત્રી જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ સોમનના કેસથી પુરુષો પર પડેલા નકારાત્મક પ્રભાવની ટીકા કરતી કટાક્ષભરી રીલ્સથી ભરાઈ ગયું છે.
રાજા રઘુવંશી મર્ડર કેસ પર ભડકી કંગના રનૌત, સોનમને ‘dumb’ કહ્યું
બોલિવૂડ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટી – ભાજપ સાંસદ કંગના રનૌત પોતાની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. તે કોઈપણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં ક્યારેય ખચકાટ અનુભવતી નથી. તાજેતરમાં, તેણે મેઘાલય હનીમૂન હત્યા કેસ પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને સોનમ રઘુવંશી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. રાજા રઘુવંશી હત્યા કેસ પર ગુસ્સો ઠાલવતા કંગના રનૌતેએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે, ‘હું રાજા રઘુવંશી હત્યા કેસ સમજી શકતી નથી. આણે મને હચમચાવી દીધી છે. આ ખૂબ જ વાહિયાત છે. સ્ત્રી લગ્નનો ઇનકાર કરી શકતી નથી કારણ કે તે તેના પોતાના માતાપિતાથી ડરે છે પરંતુ તે કોન્ટ્રાક્ટ કિલર સાથે ક્રૂર હત્યાની યોજના બનાવી શકે છે. આ વાત સવારથી મારા મગજમાં છે પણ હું તેને સમજી શકતી નથી. ઉફ્ફ, હવે મને માથાનો દુખાવો છે. તે છૂટાછેડા પણ લઈ શકતી નથી કે તેના પ્રેમી સાથે ભાગી પણ શકતી નથી.’