22 January, 2024 10:05 AM IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
અરુણ યોગીરાજ દ્વારા નિર્મિત રામલલ્લાની ગર્ભગૃહમાં શોભતી મૂર્તિ
આજે સમગ્ર દેશભરમાં અયોધ્યાના રામ મંદિર (Ayodhya Ram Mandir)માં રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠાનો રંગ દેખાઈ રહ્યો છે. આજે ભગવાન રામ મંદિરમાં બિરાજવાના છે. લગભગ 500 વર્ષથી જે રાહ જોવાઈ રહી હતી તે રાહનો હવે અંત આવશે. આજે માત્ર 84 સેકન્ડનું શુભ મુહૂર્ત છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ કરશે.
કેટલા વાગ્યે થશે પ્રાણ પ્રતિષ્ઠા? શું છે શુભ મુહૂર્ત?
પ્રાપ્ત માહિતી અનુસાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા (Ayodhya Ram Mandir)ની સમગ્ર વિધિ આજે બપોરે 12.20 કલાકે મંદિરના ગર્ભગૃહમાં શરૂ થશે. તમને જણાવી દઈએ કે મુખ્ય પૂજા અભિજીત મુહૂર્તમાં કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ સમય કાશીના વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ દ્વારા સૂચવવામાં આવ્યો છે.
પ્રતિષ્ઠાનો શુભ સમય 12:29 મિનિટ અને 08 સેકન્ડથી 12:30 મિનિટ અને 32 સેકન્ડ સુધીનો માનવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ સમય માત્ર 84 સેકન્ડનો છે. માટે જ આ સમય વચ્ચે જ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે.
અયોધ્યામાં પીએમ નરેન્દ્ર મોદીનું પૂર્ણ શેડ્યૂલ શું રહેશે?
તમને જણાવી દઈએ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10.45 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પહોંચશે. 12:05થી 12:55 સુધી મોદી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ (Ayodhya Ram Mandir)માં ભાગ લેવાના છે. તે બધી જ વિધિઓમાં હાજરી આપશે.
પીએમ મોદી બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી જનસભા કરશે. ત્યારબાદ 2:15થી 2:25 સુધી કુબેરના ટેકરા પર દર્શન અને પૂજા કરવામાં આવશે. બપોરે 2.25 કલાકે કાર્યકરોને પણ નરેન્દ્ર મોદી મળશે. પીએમ મોદી બપોરે 3 વાગે અયોધ્યાથી રવાના થશે.
10 કલાકે મંગલ ધ્વનિનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવશે
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ (Ayodhya Ram Mandir) ખાતે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આજે સવારે 10 વાગ્યાથી `મંગલ ધ્વનિ`નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 50થી વધુ મનમોહક વાદ્યોના સૂરો વગાડવામાં આવશે. આ મંગલ ધ્વનિ લગભગ 2 કલાક સુધી ગુંજશે.
અયોધ્યામાં આજે સાંજે અનેક દીવડાઓ પ્રગટાવવામાં આવશે, ઝળહળ થશે અયોધ્યા નગરી
પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય રીતે પૂર્ણ થયા બાદ `રામ જ્યોતિ` પ્રગટાવીને દિવાળીની જેમ જ ઉજવણી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાંજે અયોધ્યામાં 10 લાખ દીવાઓ કરવામાં આવનાર છે. આ સાથે ઘરો, દુકાનો, સંસ્થાનો અને પૌરાણિક સ્થળો પર `રામ જ્યોતિ` પ્રગટાવવામાં આવશે.
Ayodhya Ram Mandir: સરયૂ નદીના કિનારે માટીમાંથી બનાવેલા દીવાઓથી અયોધ્યાને પ્રકાશિત કરવામાં આવશે. રામલલા, કનક ભવન, હનુમાનગઢી, ગુપ્તરઘાટ, સરયુ બીચ, લતા મંગેશકર ચોક, મણિરામ દાસ છાવણી સહિત 100 મંદિરો, મુખ્ય આંતરછેદો અને જાહેર સ્થળો પર દીવા પ્રગટાવવામાં આવશે, જેથી આખી અયોધ્યા નગરી દીપી ઉઠશે.