સુરત દુષ્કર્મ કેસમાં આસારામને જામીન આપવા સુપ્રીમનો ઈનકાર

15 July, 2019 01:09 PM IST  |  દિલ્હી

સુરત દુષ્કર્મ કેસમાં આસારામને જામીન આપવા સુપ્રીમનો ઈનકાર

સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. સુરત દુષ્કર્મ કેસમાં આસારામે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે કોર્સે આસારામની જામીન અરજી ફગાવી દીધી છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે કેસની ટ્રાયલ ચાલે ત્યાં સુધી જામીન ન આપવા આદેશ આપ્યો છે. સુરત દુષ્કર્મ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે રજૂઆત કરી હતી કે સુરતમાં ચાલી રહેલા કેસમાં 10 સાક્ષીઓના નિવેદન લેવાના બાકી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટે આદેશ આપીને હાઈકોર્ટની ટિપ્પણથીથી પ્રભાવિત થયા વગર કાર્યવાહી કરવા કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલ આસારામ દુષ્કર્મ કેસમાં જ આજીવન કેદની સજા કાપી રહ્યા છે. આ પહેલા હાઈકોર્ટે 26મી માર્ચ, 2019ના રોજ હાઈકોર્ટે સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. હાલ આસારામ 2013માં રાજસ્થાનના જોધપુર આશ્રમમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ કરવાના કેસમાં આજીવન કેદ ભોગવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં આસારામના 400થી વધુ આશ્રમો છે. આસારામ સામે પોલીસે 2013માં પહેલી ચાર્જશીટ ફાઇલ કરી હતી. આસારામ સામે પીડિતાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યા બાદ તેના પર જુદા જુદા કેસના સિલસિલા શરૂ થયા હતા. સૌથી પહેલા કેસમાં પીડિતાએ આસારામ પર આરોપ લગાવ્યો હતો કે આસારામે તેને આશ્રમમાં બોલાવીને 15મી ઓગસ્ટ, 2013ના રોજ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફરિયાદ કરનાર યુવતી ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની છે. પીડિતા મધ્ય પ્રદેશના છીંદવાડા ખાતે આસારામના આશ્રમમાં અભ્યાસ કરી રહી હતી.

આ પણ વાંચોઃ ભાઇંદરના ગુજરાતી સોનીના ૮ લાખ રૂપિયાના સોના સાથે કારીગર પલાયન

આ ઉપરાંત સુરતની બે બહેનોએ પણ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ ઉપર દુષ્કર્મની અલગ અલગ ફરિયાદ દાખલ કરી છે. નારાયણ સાંઇને આ કેસમાં સુરતની એડિશ્નલ સેશન્સ કોર્ટે તાજેતરમાં જ આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે આસારામ સામે હાલ ટ્રાયલ ચાલી રહી છે.

Crime News surat news