અરવિંદ કેજરીવાલનો અમિત શાહ પર પલટવાર, `શું એવા CM અને PMએ પણ પોતાનું પદ...`

26 August, 2025 06:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પીએમ-સીએમને લઈને બિલ પર અરવિંદ કેજરીવાલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાજનૈતિક ષડયંત્ર હેઠળ ખોટા કેસમાં ફસાવીને જ્યારે કેન્દ્રએ મને જેલ મોકલ્યો તો મેં જેલમાંથી 160 દિવસ સરકાર ચલાવી.

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

પીએમ-સીએમને લઈને બિલ પર અરવિંદ કેજરીવાલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાજનૈતિક ષડયંત્ર હેઠળ ખોટા કેસમાં ફસાવીને જ્યારે કેન્દ્રએ મને જેલ મોકલ્યો તો મેં જેલમાંથી 160 દિવસ સરકાર ચલાવી.

વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીની ગુનાહિત મામલે ધરપકડ કર્યા બાદ પદથી ખસેડવાને લઈને બિલ પર AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું કે જે વ્યક્તિ ગંભીર ગુનાના દોષીઓને પોતાની પાર્ટીમાં સામેલ કરીને તેમના પરના બધા કેસ રફાદફા કરી તેમને મંત્રી, ઉપમુખ્યમંત્રી કે મુખ્યમંત્રી બનાવી દે છે, શું એવા મંત્રી/પ્રધાનમંત્રીએ પણ પોતાનું પદ છોડી દેવું જોઈએ? એવી વ્યક્તિને કેટલા વર્ષની જેલ થવી જોઈએ?

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમિત શાહના નિવેદનને એક્સ પર ક્વૉટ કરતાં લખ્યું, "જો કોઈના પર ખોટો કેસ કરીને તેને જેલમાં નાખી દેવામાં આવે અને પછી તે દોષમુક્ત જાહેર થાય, તો તેના પર ખોટો કેસ કરનારા મંત્રીને કેટલા વર્ષની જેલ થવી જોઈએ?"

અમિત શાહે શું કહ્યું?
હકીકતે, ન્યૂઝ એજન્સી એઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે, "જો કોઈ પાંચ વર્ષથી વધારેની સજાવાળા કેસમાં જેલ જાય છે અને તેને 30 દિવસમાં જામીન નથી મળતાં, તો તેણે પદ છોડવું પડશે, કોઈ નાના આરોપ માટે પદ છોડવું નહીં પડે. પણ જેમના પર ભ્રષ્ટાચારના આરોપ છે, કે પછી પાંચ વર્ષથી વધારે સજાના આરોપ છે, એવા મંત્રી, CM કે PM જેલમાં બેસીને સરકાર ચલાવે એ કેટલું યોગ્ય છે?"

અમિત શાહે આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે કહ્યું કે જ્યારે કેસ હાઇકોર્ટમાં ગયો કે કેજરીવાલ જેલમાં છે, ત્યારે તેમણે પદ પરથી રાજીનામું આપવું જોઈએ. ત્યારે કોર્ટે કહ્યું હતું કે નૈતિકતાના આધારે તેમણે પદ છોડી દેવું જોઈએ, પરંતુ વર્તમાન કાયદામાં તેમને પદ પરથી દૂર કરવાની કોઈ જોગવાઈ નથી.

મેં 160 દિવસ સુધી જેલમાંથી સરકાર ચલાવી - અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે શાહના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, "જ્યારે કેન્દ્રએ રાજકીય ષડયંત્ર હેઠળ મને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલ્યો, ત્યારે મેં 160 દિવસ સુધી જેલમાંથી સરકાર ચલાવી."

અરવિંદ કેજરીવાલે કહ્યું, "છેલ્લા સાત મહિનામાં, દિલ્હીની (Delhi) ભાજપ સરકારે દિલ્હીને એવી હાલતમાં મૂકી દીધી છે કે આજે દિલ્હીના લોકો તે જેલ સરકારને યાદ કરી રહ્યા છે. ઓછામાં ઓછું જેલ સરકાર દરમિયાન, વીજળી કાપ નહોતો, પાણી મળતું હતું, હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિકમાં મફત દવાઓ મળતી હતી, મફત પરીક્ષણો થતા હતા, દિલ્હીની હાલત એક વરસાદમાં એટલી ખરાબ નહોતી, ખાનગી શાળાઓને મનમાની અને ગુંડાગીરી કરવાની મંજૂરી નહોતી."

delhi news new delhi arvind kejriwal aam aadmi party amit shah bharatiya janata party national news