પત્નીને મિત્ર માનતા હતા અરૂણ જેટલી, આ રીતે થયા હતા લગ્ન

25 August, 2019 11:11 AM IST  |  દિલ્હી

પત્નીને મિત્ર માનતા હતા અરૂણ જેટલી, આ રીતે થયા હતા લગ્ન

પરિવાર સાથે અરૂણ જેટલી

જીવનના સફરમાં ઘણી મંઝવણો સહેલાઈથી ઉકેલાઈ જાય છે, જો તમારી પાસે સારા જીવનસાથી હોય. અરૂણ જેટલી આ મામલે પોતાની જાતને ભાગ્યશાળી માનતા હતા. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે પત્ની સંગીતાના સાથથી તેમને શાંતિનો અહેસાસ થાય છે. કેટલાક કિસ્સા એવા પણ છે, જેનાથી અરૂણ જેટલીના જીવનમાં પરિવારનું મહત્વ ઉડીને આંખે વળગે છે.

મોટા નેતા અને મોટા પદ પર હોવાની સાથે સાથે સામાજીક જીવન જીવવા યોગ્ય બનાવવાનો શ્રેય પણ અરૂણ જેટલી પોતાની પત્નીને આપતા હતા. જેટલીના લગ્ન 1982માં પંડિત ગિરધારીલાલ ડોગરાની પુત્રી સંગીતા સાતે થયા હતા. ગિરધારીલાલ લગભગ 25 વર્ષ સુધી જમમુ કાશ્મીરની શેખ અબ્દુલ્લા સરકારમાં નાણામંત્રી હતા. આ લગ્ન પરંપરાગત રીતે થયા હતા. લગ્ન પહેલા પારિવારિક મિત્રો દ્વારા જ બંને 2-4 વખત મળ્યા અને વાત નક્કી થઈ ગઈ. જેટલી આ લગ્નથી એટલા માટે ખુશ હતા કે રાજકીય પરિવારમાં મોટા થયા હોવાને કારણે સંગીતા રાજકારણમાં તેમની વ્યસ્તતા સમજી શક્શે. સંગીતાએ પણ તેમને ક્યારેય નિરાશ ન કર્યા. જેટલીના શબ્દોમાં કહીએ તો પત્ની સંગીતાની હાજરીથી તેમને વિશ્વાસ હતો કે બધું બરાબર જ ચાલશે. તેમણે પોતાની જવાબદારી પણ બરાબર અપનાવી લીધી હતી અને રાજકીય કામ છતાંય જેટલીના સામાજિક જીવન પર ખરાબ અસર ન પડી. પત્ની સંગીતા દરેક જગ્યાએ આગેવાની લઈને કામ સંભાળતા રહ્યા

જવાબદારીનો અહેસાસ

માતા અને પિતા બંને તરફથી જેટલીનો પરિવાર ખૂબ મોટો હતો. આ ઉપરાંત રાજકીય નેતા હોવાને કારણે સામાજિક સંબંધો પણ ખૂબ હતા. આટલા મોટા સર્કલમાં દરેક જવાબદારી સહજતાથી નિભાવવાની ક્ષમતાને લઈ જેટલી હંમેશા પત્ની સંગીતાથી પ્રભાવિત હતા. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું. ક્યારે, ક્યાં, કેટલા વાગે પહોંચવાનું છે. કયા સંબંધીને ત્યાંથી આમંત્રણ છે. કોણ કેટલું મહત્વનું છે. આ તમામ બાતો હંમેશા સંગીતાએ બરાબર સંભાળી.

જાહેરમાં કરતા હતા વખાણ

યારોના યાર તરીકે જાણીતા જેટલીનો સ્વભાવ ઘર-પરિવાર મામલે પણ એટલો જ ખુલ્લો હતો. તેઓ પત્નીને મિત્ર માનતા અને એટલું જ સન્માન આપતા હતા. તેઓ પોતાની પત્નીની સમજદારી અને સ્વભાવના હંમેશા ફૅન રહ્યા. તેમણે ક્યારેય પત્નીના વખાણ કરવામાં કંજૂસાઈ નથી કરી. તેઓ હંમેશા જાહેરમાં કહેતા હતા કે કેવી રીતે પત્ની સંગીતાએ દરેક જગ્યાએ દરેક મોરચે તેમને સંભાળ્યા. એક ઈન્ટરવ્યુમાં જેટલીએ કહ્યું હતું કે રાજકારણમાં હોવાને કારણે તેઓ ખૂબ જ વ્યસ્ત રહેતા અને પરિવારને પૂરતો સમય નહોતા આપી શક્તા. તેમ છતાંય સંગીતાએ ક્યારેય ફરિયાદ ન કરી.

આ પણ વાંચોઃ Arun Jaitley : નરેન્દ્ર મોદીના 'કિંમતી હીરા' અને ચાણક્ય

સરખા રસને કારણે જીવન બન્યું રસપ્રદ

જેટલી પોતાના અને પત્ની સંગીતાના સરખા શોખને કારણે અભિભૂત હતા. તેઓ મેચ પણ સાથે બેસીને જોતા હતા. પુત્રી સોનાલી અને પુત્ર રોહનના ઉછેર તેમજ તેમના સંસ્કાર પાછળનો શ્રેય પણ જેટલી પત્નીને જ આપતા હતા. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે બંને બાળકોમાં જે યોગ્યતા અને શિષ્ટતા છે, તેનો શ્રેય સંગીતાને જાય છે. પરિસ્થિતિ અનુકુળ હોવા છતાંય રાજકારણ અને લાઈમલાઈટથી દૂર રહેવાની પત્નીની આદત પણ જેટલીને ગમતી હતી.

arun jaitley national news