Arun Jaitley : નરેન્દ્ર મોદીના 'કિંમતી હીરા' અને ચાણક્ય

Updated: Aug 24, 2019, 18:38 IST | Vikas Kalal
  • અરૂણ જેટલીના રૂપે ભારતે એક પ્રખર વકીલ અને ખરા અર્થમાં રાજનેતા ગુમાવ્યા છે. 28 ડિસેમ્બર 1952માં જન્મેલા અરૂણ જેટલીએ 24 ઓગસ્ટ 2019 ના રોજ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

    અરૂણ જેટલીના રૂપે ભારતે એક પ્રખર વકીલ અને ખરા અર્થમાં રાજનેતા ગુમાવ્યા છે. 28 ડિસેમ્બર 1952માં જન્મેલા અરૂણ જેટલીએ 24 ઓગસ્ટ 2019 ના રોજ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

    1/20
  • અરૂણ જેટલીના પિતાનું નામ મહારાજ કિશન જેટલી અને તેમની માતા રતન પ્રભા જેટલી. પિતા મહારાજ કિશન જેટલી પણ વકીલ હતા.

    અરૂણ જેટલીના પિતાનું નામ મહારાજ કિશન જેટલી અને તેમની માતા રતન પ્રભા જેટલી. પિતા મહારાજ કિશન જેટલી પણ વકીલ હતા.

    2/20
  • અરૂણ જેટલીએ પ્રાથમિક શિક્ષણ દિલ્હીની સેન્ટ જેવિયર સ્કૂલથી લીધું હતું. ત્યાર બાદ દિલ્હી યૂનિવર્સિટીની રામ કોલેજ ઓફ કોમર્સથી પોતાનું ગ્રેજ્યુએશન અને ત્યાર બાદ કાયદાની ડિગ્રી મેળવી. અરૂણ જેટલીના રાજકીય જીવનની શરૂઆત દિલ્હી વિશ્વ વિદ્યાલયથી થઈ હતી.

    અરૂણ જેટલીએ પ્રાથમિક શિક્ષણ દિલ્હીની સેન્ટ જેવિયર સ્કૂલથી લીધું હતું. ત્યાર બાદ દિલ્હી યૂનિવર્સિટીની રામ કોલેજ ઓફ કોમર્સથી પોતાનું ગ્રેજ્યુએશન અને ત્યાર બાદ કાયદાની ડિગ્રી મેળવી. અરૂણ જેટલીના રાજકીય જીવનની શરૂઆત દિલ્હી વિશ્વ વિદ્યાલયથી થઈ હતી.

    3/20
  • જાન્યુઆરી 1990માં દિલ્હી હાઈકોર્ટે અરૂણ જેટલીને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કર્યા. આ પહેલા અરૂણ જેટલીને 1989માં કેન્દ્રની વી.પી. સિંહ સરકારે તેમને એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા.

    જાન્યુઆરી 1990માં દિલ્હી હાઈકોર્ટે અરૂણ જેટલીને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કર્યા. આ પહેલા અરૂણ જેટલીને 1989માં કેન્દ્રની વી.પી. સિંહ સરકારે તેમને એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા.

    4/20
  • અરૂણ જેટલીને 1970માં ઈમરજન્સી દરમિયાન 19 મહિના માટે MISA અંતર્ગત 19 મહિના બૅન કરવામાં આવ્યાં. 1977માં અરૂણ જેટલી જનતા પાર્ટીના ઉમેદવારો માટે પ્રચારક બન્યા.

    અરૂણ જેટલીને 1970માં ઈમરજન્સી દરમિયાન 19 મહિના માટે MISA અંતર્ગત 19 મહિના બૅન કરવામાં આવ્યાં. 1977માં અરૂણ જેટલી જનતા પાર્ટીના ઉમેદવારો માટે પ્રચારક બન્યા.

    5/20
  • અરુણ જેટલી કોલેજ દરમિયાન ABVP સાથે જોડાયા. 1974માં તે ડીયૂના વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ પણ રહ્યાં અને ત્યાર બાદ BJPમાં જોડાયા.

    અરુણ જેટલી કોલેજ દરમિયાન ABVP સાથે જોડાયા. 1974માં તે ડીયૂના વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ પણ રહ્યાં અને ત્યાર બાદ BJPમાં જોડાયા.

    6/20
  • ભારત સરકારે અરૂણ જેટલીને જૂન 1998માં સંયુક્ત રાષ્ટ્ર (United Nations) મોકલ્યા હતા. UN જનરલ અસેમ્બલીના આ સત્રમાં જ ડ્રગ્સ અને મની લોન્ડ્રીંગ કાયદા સંબંધિત ડિક્લેરેશન મંજૂરી મળી હતી.  

    ભારત સરકારે અરૂણ જેટલીને જૂન 1998માં સંયુક્ત રાષ્ટ્ર (United Nations) મોકલ્યા હતા. UN જનરલ અસેમ્બલીના આ સત્રમાં જ ડ્રગ્સ અને મની લોન્ડ્રીંગ કાયદા સંબંધિત ડિક્લેરેશન મંજૂરી મળી હતી.

     

    7/20
  • અરૂણ જેટલીએ ઘણા મોટા મોટા રાજકારણીય વ્યક્તિઓ માટે કોર્ટ રૂમમાં દલીલો કરી હતી. આ યાદીમાં જનતા દળના શરદ યાદવ થી લઈને કોંગ્રેસના માધવ રાવ સિંધિયા અને લાલકૃષ્ણ આડવાણીનું નામ પણ સામેલ છે.

    અરૂણ જેટલીએ ઘણા મોટા મોટા રાજકારણીય વ્યક્તિઓ માટે કોર્ટ રૂમમાં દલીલો કરી હતી. આ યાદીમાં જનતા દળના શરદ યાદવ થી લઈને કોંગ્રેસના માધવ રાવ સિંધિયા અને લાલકૃષ્ણ આડવાણીનું નામ પણ સામેલ છે.

    8/20
  • રાજકીય સફર પહેલા અરુણ જેટલી કોર્ટ રૂમમાં દુનિયાની મોટી કંપનીઓ માટે પણ દલીલો કરી હતી. આ કંપનીઓમાં પેપ્સીકોનું નામ સામેલ છે.

    રાજકીય સફર પહેલા અરુણ જેટલી કોર્ટ રૂમમાં દુનિયાની મોટી કંપનીઓ માટે પણ દલીલો કરી હતી. આ કંપનીઓમાં પેપ્સીકોનું નામ સામેલ છે.

    9/20
  • અરૂણ જેટલી એવા ઘણા ઓછા નેતાઓમાંથી એક છે જેમને આભાસ હતો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટેના પ્રબળ દાવેદાર છે જે કોંગ્રેસને ટક્કર આપી શકે છે.

    અરૂણ જેટલી એવા ઘણા ઓછા નેતાઓમાંથી એક છે જેમને આભાસ હતો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટેના પ્રબળ દાવેદાર છે જે કોંગ્રેસને ટક્કર આપી શકે છે.

    10/20
  • બાજપેયી સરકારમાં અરૂણ જેટલીને લૉ, ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ, ડિસઈન્સવેસ્ટમેન્ટ, શિપિંગ એન્ડ ઈન્ડસ્ટ્રી પોર્ટફોલિયો જેવા મહત્વના ખાતા સોપવામાં આવ્યાં.  

    બાજપેયી સરકારમાં અરૂણ જેટલીને લૉ, ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ, ડિસઈન્સવેસ્ટમેન્ટ, શિપિંગ એન્ડ ઈન્ડસ્ટ્રી પોર્ટફોલિયો જેવા મહત્વના ખાતા સોપવામાં આવ્યાં.

     

    11/20
  • અરુણ જેટલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘણા નજીક માનવામાં આવે છે. 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો સામે વડાપ્રધાન મોદી માટે અરુણ જેટલીએ કોર્ટમાં દલીલો કરી હતી.

    અરુણ જેટલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘણા નજીક માનવામાં આવે છે. 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો સામે વડાપ્રધાન મોદી માટે અરુણ જેટલીએ કોર્ટમાં દલીલો કરી હતી.

    12/20
  • રાજકીય કરિઅર દરમિયાન અરુણ જેટલીને ઘણા મહત્વના ખાતા સોપવામાં આવ્યા હતા. આ ખાતાઓમાં લૉ, જસ્ટીસ, કંપની અફેર્સનો સમાવેશ થાય છે.

    રાજકીય કરિઅર દરમિયાન અરુણ જેટલીને ઘણા મહત્વના ખાતા સોપવામાં આવ્યા હતા. આ ખાતાઓમાં લૉ, જસ્ટીસ, કંપની અફેર્સનો સમાવેશ થાય છે.

    13/20
  • અરૂણ જેટલી 2000માં રાજ્યસભાના સભ્ય બન્યા. ત્યાર બાદ 2006 અને 2012, 2018માં ફરી વાર રાજ્ય સભાના મેમ્બર તરીકે પસંદ કરાયા હતા.

    અરૂણ જેટલી 2000માં રાજ્યસભાના સભ્ય બન્યા. ત્યાર બાદ 2006 અને 2012, 2018માં ફરી વાર રાજ્ય સભાના મેમ્બર તરીકે પસંદ કરાયા હતા.

    14/20
  • મોદી સરકારની પહેલી ટર્મ 2014 થી 2019 સુધીમાં અરુણ જેટલી નાણા પ્રધાન રહ્યા અને ઘણા મહત્વના નિર્ણયો લીધા. જેમાંથી નોટ બંધી અને GSTનો પણ સમાવેશ છે.

    મોદી સરકારની પહેલી ટર્મ 2014 થી 2019 સુધીમાં અરુણ જેટલી નાણા પ્રધાન રહ્યા અને ઘણા મહત્વના નિર્ણયો લીધા. જેમાંથી નોટ બંધી અને GSTનો પણ સમાવેશ છે.

    15/20
  • અરુણ જેટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ વ્યક્તિઓમાંથી એક હતા. 2019માં ખરાબ તબિયતના કારણે અરુણ જેટલીએ કોઈ પણ ખાતુ ન સોંપવા કહ્યું હતું.

    અરુણ જેટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ વ્યક્તિઓમાંથી એક હતા. 2019માં ખરાબ તબિયતના કારણે અરુણ જેટલીએ કોઈ પણ ખાતુ ન સોંપવા કહ્યું હતું.

    16/20
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણ જેટલીને 'કિમતી હિરા' તરીકે જ્યારે ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે અરુણ જેટલીને 'સુપર સ્ટ્રેટજીક પર્સન' તરીકે ઓળખાવ્યા.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણ જેટલીને 'કિમતી હિરા' તરીકે જ્યારે ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે અરુણ જેટલીને 'સુપર સ્ટ્રેટજીક પર્સન' તરીકે ઓળખાવ્યા.

    17/20
  • 2006માં અરૂણ જેટલી રાજ્યસભામાં વિપક્ષના નેતા બન્યા. જ્યાં તેમના કૌશલ્યના કોંગ્રેસના નેતાઓ પાસેથી પણ માન મેળવ્યું.

    2006માં અરૂણ જેટલી રાજ્યસભામાં વિપક્ષના નેતા બન્યા. જ્યાં તેમના કૌશલ્યના કોંગ્રેસના નેતાઓ પાસેથી પણ માન મેળવ્યું.

    18/20
  • અતિશય તબિયત ખરાબ રહેવાના કારણે 2018માં અરુણ જેટલી કિડની ટ્રાંસપ્લાન્ટ માટે યુ.એસ પહોંચ્યા હતા.

    અતિશય તબિયત ખરાબ રહેવાના કારણે 2018માં અરુણ જેટલી કિડની ટ્રાંસપ્લાન્ટ માટે યુ.એસ પહોંચ્યા હતા.

    19/20
  • અરુણ જેટલી બીજેપીના સફળ પ્રવક્તાઓમાંથી એક માનવામાં આવે છે. અરૂણ જેટલી દરેક વર્ગના વ્યક્તિ સુધી પહોંચ્યા હતા.

    અરુણ જેટલી બીજેપીના સફળ પ્રવક્તાઓમાંથી એક માનવામાં આવે છે. અરૂણ જેટલી દરેક વર્ગના વ્યક્તિ સુધી પહોંચ્યા હતા.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

અરૂણ જેટલીના રૂપે દેશે ભારતના એક પ્રખર વકીલ અને રાજનેતા ગુમાવ્યા. 28 ડિસેમ્બર 1952ના દિવસે જન્મેલા અરૂણ જેટલીએ 24 ઓગસ્ટ 2019ના દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રાજકીય જીવનમાં તેમણે કેન્દ્ર સરકારમાં નાણાપ્રધાન અને રક્ષા પ્રધાન તરીકેના મહત્વના પદો સંભાળ્યા. એક સફળ રાજકારણી હોવાની સાથે અરૂણ જેટલી એક સફળ વકીલ તરીકે કરવામાં આવે છે. અરૂણ જેટલી સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ વકીલ રહ્યા. ચાલો જોઈએ અરૂણ જેટલીના કરિઅર પર એક નજર.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK