અરૂણ જેટલીને નહોતું બનવું વકીલ, દેશના ટોપ 10 વકીલમાં હતા સામેલ

24 August, 2019 01:12 PM IST  | 

અરૂણ જેટલીને નહોતું બનવું વકીલ, દેશના ટોપ 10 વકીલમાં હતા સામેલ

અરૂણ જેટલીના રૂપે દેશે ભારતના એક પ્રખર વકીલ અને રાજનેતા ગુમાવ્યા. 28 ડિસેમ્બર 1952ના દિવસે જન્મેલા અરૂણ જેટલીએ 24 ઓગસ્ટ 2019ના દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રાજકીય જીવનમાં તેમણે કેન્દ્ર સરકારમાં નાણાપ્રધાન અને રક્ષા પ્રધાન તરીકેના મહત્વના પદો સંભાળ્યા. એક સફળ રાજકારણી હોવાની સાથે અરૂણ જેટલી એક સફળ વકીલ તરીકે કરવામાં આવે છે. અરૂણ જેટલી સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ વકીલ રહ્યા. ચાલો જોઈએ અરૂણ જેટલીના કરિઅર પર એક નજર.

ઘણા ઓછા લોકોને ખબર છે કે અરૂણ જેટલીને વકીલાત કરવી ન હોતી તેમનો પહેલો પ્રેમ તો બીજુ કઈક જ હતું. અરૂણ જેટલી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા ઈચ્છતા હતા પરંતુ કોઈ કારણસર તે બની શક્યા નહી. આખરે તેમણે તેમના પહેલા પ્રેમ એટલે કે ચાર્ટર્ડ એકાઇઉન્ટન્ટને અલવિદા કહ્યું અને વકીલાતની શરૂઆત કરી

બોફોર્સ કૌભાંડની તપાસમાં પેપરવર્ક

LL.B.કર્યા પછી વર્ષ 1977માં અરૂણ જેટલીએ સુપ્રીમ કોર્ટ અને દેશની ઘણી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી. જાન્યુઆરી 1990માં દિલ્હી હાઈકોર્ટે અરૂણ જેટલીને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કર્યા. આ પહેલા અરૂણ જેટલીને 1989માં કેન્દ્રની વી.પી. સિંહ સરકારે તેમને એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા. આ દરમિયાન તેમણે બોફોર્સ કૌભાંડ સંબંધી તપાસ માટે પેપરવર્ક પણ કર્યું હતું.

ભારત સરકારે અરૂણ જેટલીને જૂન 1998માં સંયુક્ત રાષ્ટ્ર (United nations) મોકલ્યા. UN જનરલ અસેમ્બલીના આ સત્રમાં જ ડ્રગ્સ અને મની લોન્ડ્રીંગ કાયદા સંબંધિત ડિક્લેરેશન મંજૂરી મળી હતી.

અરૂણ જેટલી ઘણી મોટા મોટા રાજકીય વ્યક્તિઓ માટે કોર્ટ રૂમમાં દલીલો કરી હતી. અરૂણ જેટલીની આ યાદીની વાત કરીએ તો તેમા જનતા દળના શરદ યાદવથી લઈને કોન્ગ્રેસના માધવ રાવ સિંધિયા અને લાલકૃષ્ણ આડવાણીનું નામ પણ સામેલ છે. અરૂણ જેટલીએ કાયદા અને કરંટ અફેર્સને લઈને ઘણા લેખ પણ લખ્યા છે. ઈન્ડો-બ્રિટિશ લીગલ ફોરમ સામે તેમણે ભારતમાં ભ્રષ્ટાચાર અને અપરાધ પર એક પેપર પણ જાહેર કર્યું.

આ પણ વાંચો: પૂર્વ નાણાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીનું નિધન

વિદેશી કંપનીઓ માટે પણ લડ્યા ઘણા કેસ

અરુણ જેટલીએ કોર્ટ રૂમમાં દુનિયાની મોટી કંપનીઓ માટે પણ દલીલો કરી હતી. આ કંપનીઓમાં પેપ્સીકોનું નામ સામેલ છે. અરૂણ જેટલીએ પેપ્સીકો તરફથી કોકા કોલા સામે કેસ લડ્યા હતાં. આ રીતે અન્ય ઘણી કંપનીઓ માટે દલીલો કરી હતી. કેન્દ્ર સરકારમાં કાયદા પ્રધાન રહ્યા પછી વર્ષ 2002માં તેમણે એક કેસ 8 કંપનીઓ તરફથી લડ્યા જેમને સુપ્રીમ કોર્ટે કંપનીઓ પર હિમાલયમાં મનાલી-રોહતાંગ રોડ પર ઘણા પત્થરો પર જાહેરાત દોરવા કંપનીઓને ચેતવણી આપી અને દંડ પણ કર્યો. વર્ષ 2004માં અરૂણ જેટલીએ કોકાકોલા તરફથી રાજસ્થાન હાઈકોર્ટમાં દલીલો કરી

arun jaitley gujarati mid-day