આ રીતે શરૂ થઈ હતી અરૂણ જેટલીની રાજકીય સફર

24 August, 2019 01:27 PM IST  |  દિલ્હી

આ રીતે શરૂ થઈ હતી અરૂણ જેટલીની રાજકીય સફર

અરૂણ જેટલી મોદી સરકારના પહેલા કાર્યકાળમાં બીજા નંબરના સૌથી મહત્વના વ્યક્તિ મનાતા હતા. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા હતા. તેમના કરિયરની શરૂઆત અંગે વાત કરીએ તો 1990માં અરૂણ જેટલીએ સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ તરીકે નોકરી કરવાની શરૂઆત કરી હતી. વી. પી. સિંહની સરકારમાં 1989માં તેમની નિમણૂક વધારાના સોલિસિટર જનરલ તરીકે થઈ. તેમણે બોફોર્સ કૌભાંડની તપાસ અંગે પેપર વર્ક કર્યું. જેટલી દેશના ટોચના 10 વકીલોમાંના એક મનાય છે.

કારવાં મેગેઝિનના એક રિપોર્ટ પ્રમાણે પત્રકાર સ્વપ્ન દાસ ગુપ્તા કહે છે કે 199માં જેમ જેમ ટીવીનું મહત્વ વધ્યું, તેમ તેમ જેટલીનો ગ્રાફ પણ આગળ વધતો ગયો. સ્ટૂડિયોમાં તે એટલા લોકપ્રિય ગેસ્ટ બની ગયા કે જ્યારે પત્રકાર વીર સંઘવીએ તેમના મંત્રી બન્યા બાદ સ્ટાર ટીવી પર ઈન્ટરવ્યુ કર્યો તો તેમણે મજાકમાં કહ્યું હતું કે આ કાર્યક્રમમાં ખૂબ ઓછી વાર એવું બને છે કે મારા ગેસ્ટ મારા કરતા વધુ વખત ટીવી પર આવી ચૂક્યા હોય.

રામ જેઠમલાણીએ કાયદો, ન્યાય અને કંપની અફેર મંત્રાલય છોડ્યા બાદ જેટલીને આ મંત્રાલયની જવાબદારી સોંપાઈ હતી. 2000ની લોકસભા ચૂંટણી બાદ તેમને કાયદો, ન્યાય, કંપની અફેર તેમજ શિપિંગ મંત્રાલય બનાવવામાં આવ્યા.

1991માં ભાજપના સક્રિય સભ્ય બન્યા

તમને જણાવી દઈએ કે 1991માં ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા હતા. અરૂણ જેટલી પોતાની બોલવાની શાનદાર સ્ટાઈલ અને હિન્દી તેમજ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વને કારણે 1999ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ભાજપના પ્રવક્તા બન્યા હતા. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેમને સૂચના અને પ્રસારણ મંત્રાલયની સ્વતંત્ર જવાબદારી સોંપવામાં આવી.

અહીં થયો હતો જન્મ

જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952ના રોજ નવી દિલ્હીના નારાયણ વિહાર વિસ્તારમાં જાણીતા વકિલ મહારાજ કિશન જેટલીના ઘરે થયો હતો. તેમનું શરૂઆતનું શિક્ષણ નવી દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં થયું. 1973માં તેમણે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. બાદમાં તેમણે આ જ કોલેજમાંથી લૉનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી જીવનમાં જ તેઓ રાજકીય સ્તરે જાણીતા બન્યા હતા. 1974માં તે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ બન્યા હતા.

1974માં અરૂણ જેટલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા. 1975માં કટોકટીનો વિરોધ કરવા દરમિયાન 19 મહિના સુધી તેમને નજરકેદ રખાયા હતા. 1973માં તેમણે જયપ્રકાશ નારાયણ અને રાજનારાયણ દ્વારા ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ Rajiv Gandhi:જુઓ પૂર્વ વડાપ્રધાનના અનસીન અને રૅર ફોટોઝ

1970- ભાજપની યુથ વિંગ ABVPમાં સામેલ થયા.
1974- દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા
1975- કટોકટીનો વિરોધ કરવા પર મિસા કાયદા અંતર્ગત 19 મહિના સુધી નજરકેદ રહ્યા
1977- અરૂણ જેટલી જનસંઘમાં સામેલ થયા અને બાદમાં ABPVના અખિલ ભારતીય સચિવ તરીકે નિયુક્ત થયા.
1989- ભારત સરકારના એડિશનલ સોલિસિટર જનરલ બન્યા, એક વર્ષ સુધી પદ પર રહ્યા
1990- જાન્યુઆરી 1990માં દિલ્હી હાીકોર્ટના વરિષ્ઠ વકીલ બન્યા
1991- ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા
1999- લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી મળી
1999- 13 ઓક્ટોબર 1999થી 30 સપ્ટેમ્બર 2000 વચ્ચે સૂચના પ્રસારણ રાજ્યમંત્રી રહ્યા.
1999- 10 ડિસેમ્બર 199થી જુલાઈ 2000 વચ્ચે પહેલીવાર બનેલા વિનિવેશ મંત્રાલયના રાજ્યમંત્રીનો વધારાનો હવાલો સંભાળ્યો
2000- એપ્રિલ 2000માં પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા.
2000- 23 જુલાઈ 2000થી 6 નવેમ્બર 2000 સુધી જેટલી કાયદો, ન્યાય અને કંપની મામલાના રાજ્યમંત્રી બન્યા.
2000- 7 નવેમ્બર 2000થી 1 જુલાઈ 200 સુધી જેટલીને પ્રમોટ કરીને કેબિનેટમાં સામેલ કરાયા
2001- 20 માર્ચ 2001થી 1 સ્પેટમ્બર 2001 સુધી શિપિંગ મિનિસ્ટ્રીની વધારાની જવાબદારી સંભાળી.
2003- 29 જાન્યુઆરી 2003ના રોજ વિદેશ મામલાના અને ગૃહ મામલા માટે બનેલી સમિતિના સભ્ય બન્યા
2003- 29 જાન્યુઆરી 2003થી 21 મે 2004 સુધી કાયદા અને ન્યાય પ્રધાન બન્યા.
2004- ઓગસ્ટ 2004થી જુલાઈ 2009 સુધી વિશેષાધિકાર સમિતિના સભ્ય રહ્યા
2004- ઓગસ્ટ 2004થી મે 2009 સુધી વાણિજ્યિક સમિતિના સભ્ય રહ્યા
2004- ઓક્ટોબર 2004થી મે 2009 વચ્ચે ગૃહ મંત્રાલય માટેની સલાહ સમિતિના સભ્ય રહ્યા
2006- જાન્યુઆરી 2006થી જુલાઈ 2010 સુધી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સના સભ્ય રહ્યા.
2006- એપ્રિલ 2006માં બીજી વખત રાજ્યસભાના સાંસદ બન્યા
2006- ઓગસ્ટ 2006થી ડિસેમ્બર 2009 સુધી લાભના પદની કાયદાકીય અને બંધારણીય તપાસ માટેની સમિતિના સભ્ય બન્યા
2009- 3 જૂન 2009થી 26 મે 2014 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા રહ્યા
2009- 3 જૂન 2009થી 2 એપ્રિલ 2012 સુધી વાણિજ્ય સમિતિના સભ્ય રહ્યા
2012- જૂન 2012થી નવેમ્બર 2-12 સુધી લોકપાલ અને લોકાયુક્ત બિલ માટે રાજ્યસભાની સિલેક્ટ કમિટીના સભ્ય રહ્યા
2012- ત્રીજી વખત રાજ્યસભાના સાંસદ બન્યા
2014- 9 નવેમ્બર 2014થી 5 જુલાઈ 2016 સુધી કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી
2014- 2 જૂન 22014માં રાજ્યસભામાં વિપક્ષના નેતા બન્યા.
2014- 27મેથી 14 મે 2018 સુધી નાણા પ્રધન તરીકેની જવાબદારી સંભાળી
2014- 27 મે 2014થી 9 સપ્ટેમ્બર 2014 સુધી રક્ષામંત્રીની વધારાની જવાબદારી મળી
2017- 13 માર્ચ 2017થી 3 સપ્ટેમ્બર 2014 સુધી સંરક્ષણ પ્રધાન રહ્યા.
2018- માર્ચ 2018માં ચોથીવાર રાજ્યસભાના સાંસદ બન્યા

arun jaitley national news atal bihari vajpayee