લાઈફ સપોર્ટ સિસ્ટમ પર અરૂણ જેટલી, 10માં દિવસે પણ સ્થિતિમાં સુધાર નહીંં

19 August, 2019 08:30 AM IST  |  નવી દિલ્હી

લાઈફ સપોર્ટ સિસ્ટમ પર અરૂણ જેટલી, 10માં દિવસે પણ સ્થિતિમાં સુધાર નહીંં

અરૂણ જેટલીને રાખવામાં આવ્યા લાઈફ સપોર્ટ સિસ્ટમ પર

એમ્સમાં ભરતી પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની હાલત નાજુક છે. તેઓ આઈસીયૂમાં ભરતી છે. રવિવારે એમ્સમાં મોટી સંખ્યામાં નેતાઓ તેમના સ્વાસ્થ્યની ખબર લેવા માટે ત્યાં પહોંચ્યા. રવિવારે લગભગ સાડા નવ વાગ્યે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિતના નેતાઓ તેમને જોવા માટે પહોંચ્યા. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને રામવિલાસ પાસવાનનો સમાવેશ થાય છે. સાંજે તેમને મળવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ સિંહ રાઠોડ પહોંચ્યા.

એમ્સના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે જેટલીને એમ્સના કાર્ડિયો ન્યૂરો સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા છે. જેટલી હાલ એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઑક્સીજનેશન(ECMO) અને એન્ટ્રા એઓર્ટિક બલૂન પંપ(IABP)ના સહારે છે. તેમની ડાયાલિસિસ શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિસ્ટમ પર એ દર્દીઓને રાખવામાં આવે છે જેના ફેફસા અને હ્રદય કામ કરવાની સ્થિતિમાં નથી હોતું.

66 વર્ષના અરૂણ જેટલી 9 ઑગસ્ટથી એમ્સમાં ભરતી છે અને તેમને શ્વાસ લેવાની અને બેચેનીની સમસ્યા છે. 10 ઑગસ્ટ બાદ એમ્સએ જેટલીનું મેડિકલ બુલેટિન નથી જાહેર કર્યું. ડૉક્ટરોની એક આખી ટીમ જેટલીની સ્થિતિ પર નજર રાખી રહી છે.

આ પણ જુઓઃ Jacqueline Fernandez:જુઓ આ શ્રીલંકન બ્યુટીના 20 રૅર ફોટોઝ

રાષ્ટ્રપતિ રામાનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે જેટલીને જોવા માટે એમ્સ પહોંચ્યા હતા. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, જમ્મૂ કશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક, કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ એમ્સ પહોંચીને તેમના હાલચાલ જાણ્યા હતા. બીએસપીના સુપ્રીમો માયાવતી પણ જેટલીને મળવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી પણ સતત તેમના હાલચાલ જાણી રહ્યા છે.

arun jaitley national news