જમ્મુ-કાશ્મીરમાં ત્રણ આતંકવાદી હુમલાઃ ૪ આતંકવાદી ઠાર, ૧ જવાન શહીદ

29 September, 2019 09:57 AM IST  |  જમ્મૂ કશ્મીર

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ આતંકવાદી હુમલાઃ ૪ આતંકવાદી ઠાર, ૧ જવાન શહીદ

જમ્મૂ કશ્મીરમાં આતંકી ઠાર

કાશ્મીરના રામબનમાં સુરક્ષાદળોએ અલગ-અલગ અથડામણમાં ૪ આતંકવાદીઓને મારી નાખ્યા હતા. ગઈ કાલે સવારે અમુક આતંકવાદીઓએ જમ્મુ-કિશ્તવાડ નૅશનલ હાઇવે પાસે એક બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઇવર બસ દોડાવીને સેનાની નજીકની પોસ્ટ પાસે પહોંચી ગયો અને આતંકવાદીઓ વિશે સૂચના આપી હતી. ત્યાર બાદ આર્મી અને પોલીસે મળીને રામબન, ડોડા અને ગાંદરબલ વિસ્તારમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ અને સેના વચ્ચે એન્કાઉટર થયું હતું. આતંકવાદીઓ એક ઘરમાં ઘૂસી ગયા હતા જ્યાં બાકીના પરિવારજનો બહાર આવી ગયા અને ઘરના મોભીને તેમણે બંધક બનાવી લીધા હતા. છેલ્લા સમાચાર પ્રમાણે આર્મીએ તેમને છોડાવી લીધા છે. આ ઘટનામાં એક આર્મી જવાન શહીદ થયો હતો, જ્યારે બે પોલીસ કર્મચારી ઘાયલ છે. ૪ આતંકવાદીઓને ઠાર કર્યા બાદ આર્મીના જવાનોએ ઉજવણી કરી હતી.
ડીઆઇજી પીસી ઝાએ જણાવ્યું કે સર્ચ ઑપરેશન દરમ્યાન આતંકવાદીઓએ હાઇવે પાસે સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. એ દરમ્યાન બન્ને તરફથી ગોળીબારી થઈ હતી. ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે આતંકવાદીઓ સિવિલ ડ્રેસમાં હતા, તેમના હાથમાં બંદૂકો હતી. તેઓ ફાયરિંગ કરતાં-કરતાં બટોટે બજાર પાસે એક ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમ્યાન પરિવારના સભ્યો બહાર આવી ગયા હતા, પરંતુ આતંકવાદીઓએ પરિવારના મોભીને કેદ કરી લીધા હતા.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન.

પાકિસ્તાન આ આખા ષડયંત્રને કંઈક એવા પ્રકારનો અંજામ આપવાની ફિરાકમાં છે કે જેનાથી ભારતીય સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરે તો પાકિસ્તાન એને નાગરિકોના માનવાધિકારોના ઉલ્લંઘન તરીકે દુનિયા સામે રજૂ કરી શકે. આ સિવાય પાકિસ્તાની સેના આ ભીડ સાથે જ પોતાની ટીમના સભ્યોને પણ મોકલી રહી છે. જો આ તમામ એલઓસી પાર કરવામાં સફળ રહ્યા તો મોટા કાવતરાને પાકિસ્તાન અંજામ આપી શકશે.

jammu and kashmir terror attack