અમિતાભ બચ્ચનના જમાઈ પર લાગ્યો છેતરપિંડી અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ?

18 February, 2025 07:03 AM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

Amitabh Bachchan`s Son-In-Law gets in Legal Trouble: નિખિલ નંદા અને ફરિયાદમાં નામ આપવામાં આવેલા અન્ય લોકો પર જીતેન્દ્રને સેલ્સનો ટાર્ગેટ પૂર્ણ કરવા અથવા ડીલરશીપ લાઇસન્સ રદ કરવાની ધમકી આપવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

અમિતાભ બચ્ચન તેમની દીકરી શ્વેતા બચ્ચન સાથે અને નિખિલ નંદા

બૉલિવૂડના મહા નાયક અભિનેતા અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan`s Son-In-Law gets in Legal Trouble) દીકરી શ્વેતા બચ્ચને ઉદ્યોગપતિ નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. જોકે હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે જેને કારણે નિખિલ નંદા મોટી મુસીબતમાં ફસાઈ શકે છે. કારણ કે ઉદ્યોગપતિ નિખિલ નંદા, જે દિગ્ગજ ઍક્ટર અમિતાભ બચ્ચનના જમાઈ પણ છે, તેમના પર ઉત્તર પ્રદેશમાં છેતરપિંડી અને આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો મુજબ, નિખિલ નંદા વિરુદ્ધ યુપીના બદાયૂં જિલ્લામાં આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

એક મીડિયા અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે પાપડ હમઝાપુર ગામના રહેવાસી જ્ઞાનેન્દ્ર નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્ઞાનેન્દ્રએ આ ફરિયાદમાં દાવો કર્યો હતો કે અમિતાભ બચ્ચનના જમાઈ નિખિલ નંદાએ તેમના ભાઈ જિતેન્દ્ર સિંહ પર દબાણ કર્યું હતું, જેના કારણે તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જીતેન્દ્ર અગાઉ તેમના બિઝનેસ પાર્ટનર લલ્લા બાબુ સાથે મળીને બદાયૂંના દાતાગંજમાં જય કિસાન ટ્રેડર્સ નામની ટ્રૅક્ટર એજન્સી ચલાવતો હતો. જોકે લલ્લાને કૌટુંબિક વિવાદને કારણે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને જિતેન્દ્રને એજન્સીનું સંચાલન કરવા માટે એકલા પડી ગયા હતા, અને તે જ બાદ નંદા અને તેમની કંપની ઍસ્કોર્ટ્સ કુબોટા આ સ્ટોરીમાં જોડાયા હતા.

જ્ઞાનેન્દ્રએ પોતાની ફરિયાદમાં નંદા અને તેમની કંપનીના અન્ય કેટલાક કર્મચારીઓએ જીતેન્દ્ર પર તેમની કંપનીના ટ્રૅક્ટરનું વેચાણ વધારવા માટે અતિશય દબાણ કરતાં હતા, અને તે પછી આ આખરે દબાણને લીધે કંટાળીને જીતેન્દ્રએ આપઘાત કર્યો હતો. નિખિલ નંદા અને ફરિયાદમાં નામ આપવામાં આવેલા અન્ય લોકો પર જીતેન્દ્રને સેલ્સનો ટાર્ગેટ પૂર્ણ કરવા અથવા ડીલરશીપ લાઇસન્સ રદ કરવાની ધમકી આપવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. કોર્ટના આદેશના આધારે આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. કેસમાં કંપનીના ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) નિખિલ નંદા, કંપનીના ઉત્તર પ્રદેશના વડા, એરિયા મેનેજર, સેલ્સ મેનેજર, શાહજહાંપુરના એક ડીલર અને ત્રણ અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે.

જોકે નિખિલ નંદા કે તેમની કંપની તરફથી હજી સુધી આ કેસ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ સાથે બચ્ચન અને કપૂર પરિવારે પણ આ ઘટના પર પોતાનું મૌન જાળવી રહ્યું છે. નિખિલ નંદા રાજ કપૂરની દીકરી રીતુ નંદાનો પુત્ર છે. ૧૯૯૭ માં, તેમણે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે લગ્ન કર્યા, અને તેઓને નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય નંદા નામનો દીકરી અને દીકરો છે.

shweta bachchan nanda suicide Crime News uttar pradesh national news