PoK જમ્મુ-કાશ્મીરનો ભાગ, તેના માટે જીવ આપીશું:અમિત શાહ

06 August, 2019 11:58 AM IST  |  દિલ્હી

PoK જમ્મુ-કાશ્મીરનો ભાગ, તેના માટે જીવ આપીશું:અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે લોકસભામાં જમ્મુ કાશ્મીરમાંથી કલ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. જેના પર વિપક્ષે હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસના નેતા અધીરરંજન ચૌધરીએ અમિત શાહના પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યું,'આ મામલો સંયુક્ત રાષ્ટ્રમાં છે, એટલે તેને દેશનો આંતરિક મામલો કેવી રીતે કહી શકાય ?' આ મામલે અમિત શાહે અધીરરંજન ચૌધરીને પડકારતા કહ્યું કે,'જો સરકારે કોઈ કાયદો તોડ્યો હોય તો સાબિત કરી બતાવો. અમે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને પણ ભારતનું માનીએ છીએ. તેના માટે જીવ પણ આપી દઈશું.'

ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં સોમવારે જ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ પસાર થઈ ચૂક્યો છે. અમિત શાહે રાજ્યસભામાં નિવેદન આપતા કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર દિલ્હી અને પુડ્ડુચેરીની જેવો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. એટલે કે અહીં વિધાનસભા રહેશે. તો લદ્દાખની સ્થિતિ ચંદીગઢ જેવી હશે, એટલે કે અહીં વિધાનસભા નહીં હોય.

આ પહેલા કેન્દ્ર સરકારે સોમવારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી 70 વર્ષ જૂની કલમ 370ને હટાવી દીધી હતી. આ માટે ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં કલમ 370ને હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. જેના થોડા જ સમય બાદ રાષ્ટ્રપતિએ મંજૂરી આપતો લેટર પણ જાહેર કરી દેવાયો હતો. જેને કારણે હવે જમ્મુ કાશ્મીરમાં પણ ભારતનું બંધારણ લાગુ પડશે.

આ પણ વાંચોઃ સાત ઑગસ્ટે વડા પ્રધાન મોદી દેશને સંબોધિત કરશે

સોમવારે ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું, પરંતુ વિપક્ષે તેનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે હું આ વિધેયકને ચર્ચા માટે મંગળવારે ફરી રજૂ કરીશ. વિપક્ષે આ મામલે વિસ્તારથી ચર્ચા કરીને સલાહ આપવી જોઈે. હું દરેક સવાલનો જવાબ આપવા માટે તૈયાર છું. ત્યારે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે,'ગૃહપ્રધાન અમિત શાહ સદનમાં આવ્યા, દેશને તોડ્યો અને ચાલ્યા ગયા. સરકારે આખા જમ્મુ કાશ્મીરને જેલ બનાવી દીધી છે.'

amit shah national news jammu and kashmir Lok Sabha