✕

હૈદરાબાદમાં લોકતંત્ર બચાઓ, અરાજકતા હટાઓ રૅલીમાં અમિત શાહની ગર્જના

03 November, 2026 09:57 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

આ દેશના નાગરિક હોય એવા જ લોકો આ દેશમાં મતદાન કરશે

ગઈ કાલે તેલંગણના હૈદરાબાદમાં યોજાયેલી રૅલીમાં અમિત શાહ.

તેલંગણના હૈદરાબાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ‘લોકતંત્ર બચાઓ, અરાજકતા હટાઓ’ કૂચનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કૉન્ગ્રેસ ઘૂસણખોરોને બચાવવા માગે છે.

કૂચ પછી અમિત શાહે જાહેર સભાને સંબોધિત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ‘જો સરદાર વલ્લભભાઈ પટેલે નિઝામને ન ઝુકાવ્યો હોત તો હૈદરાબાદ આજે ભારતનો ભાગ ન હોત. સરદારે જ હૈદરાબાદના નિઝામને ઝુકાવીને હૈદરાબાદને ભારતનો હિસ્સો બનાવ્યો હતો.’ 

કૉન્ગ્રેસની પહેલી નવેમ્બરની રૅલીના સંદર્ભમાં બોલતાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘દિલ્હીમાં એક રૅલી યોજાઈ હતી જે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની રૅલી હતી. આ કૉન્ગ્રેસના લોકોની કે વોટ બચાવવાની રૅલી નહોતી, એ ઘૂસણખોરો બચાવવાની રૅલી હતી. કૉન્ગ્રેસ પાર્ટી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયાને રોકીને દેશની મતદારયાદીમાંથી બંગલાદેશી ઘૂસણખોરોને બચાવવા માગે છે, પરંતુ BJP મતદારયાદી અને દેશમાંથી દરેક ઘૂસણખોરને બહાર કાઢશે. આ દેશના નાગરિક હોય એવા લોકો જ આ દેશમાં મતદાન કરશે.’

national news india hyderabad telangana bharatiya janata party political news amit shah