દેશમાં વધતા જતા કોરોના-કેસને જોતાં વડા પ્રધાને બોલાવી બેઠક

05 April, 2021 12:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં મોકલાશે ટીમ, કોરોનાને ડામવા જાગૃત્તી અને જનભાગીદારી પર ભાર

રસીકરણ મામલે બોલાવેલી બેઠકમાં વડા પ્રધાન મોદી (તસવીર: પી.ટી.આઇ.)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ‘ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, કોવિડ પ્રત્યે યોગ્ય વર્તણૂક અને રસીકરણનો ગંભીરતા અને કટિબદ્ધતા સાથે અમલ કરવામાં આવે તો મહામારીનો પ્રસાર ડામવા માટે આ રણનીતિ અસરકારક બની રહેશે.

કોરોનાની સ્થિતિ અને રસીકરણ કાર્યક્રમની સમીક્ષા કરવા માટે બોલાવેલી ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે ‘દેશે કોવિડ-19ના વ્યવસ્થાપન માટે જન ભાગીદારી અને જન આંદોલન ચાલુ રાખવાની જરૂર છે. મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં વધતા જતા કેસને જોતાં આ રાજ્યોમાં કેન્દ્રની સ્પેશ્યલી ટીમ મોકલવામાં આવશે.’

સાતત્યપૂર્ણ કોવિડ-19 મૅનેજમેન્ટ માટે સમુદાયની જાગૃતિ અને તેની સહભાગીતા અત્યંત આવશ્યક છે તથા કોવિડ-19 મૅનેજમેન્ટ માટે જન ભાગીદારી અને જન આંદોલન યથાવત્ રાખવા જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું. વડા પ્રધાનની ઑફિસની યાદી અનુસાર, માસ્કના ૧૦૦ ટકા વપરાશ, વ્યક્તિગત આરોગ્ય અને જાહેર સ્થળોએ તથા કાર્ય સ્થળોએ સ્વચ્છતા તથા સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ પર ભાર મૂકવા સાથે કોવિડ પ્રત્યેના ઉચિત અભિગમ માટેનું ખાસ કૅમ્પેન ૬થી ૧૪ એપ્રિલ દરમિયાન યોજવામાં આવશે.

coronavirus covid19 national news narendra modi