દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ સ્વસ્થ, શ્રીલંકા ધમાકા સાથે જોડાયા છે તાર

06 July, 2019 08:54 PM IST  | 

દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ સ્વસ્થ, શ્રીલંકા ધમાકા સાથે જોડાયા છે તાર

ફાઈલ ફોટો

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આતંકી દાઉદ અબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે અને તેનું સ્વાસ્થ સારૂ છે. અમેરિકાએક કરતા પણ વધારે દેશોમાં ફેલાયેલા કાળા સામ્રાજ્યને સંભાળનાર જાબિર મોતીની અટકાયત કરીને પુછતાછ કરવા માગે છે જ્યારે પાકિસ્તાન નથી ઊચ્છતું કે જાબિર મોતીની અમેરિકા દ્વારા પુછતાછ કરવામાં આવે. જાબિર મોતીને સ્કૉટલેન્ડ યાર્ડને કેટલાક મહિના પહેલા લંડનમાં અરેસ્ટ કરવામા આવ્યો હતો અને આ સમયે તે બ્રિટિશ જેલમાં છે. મોતીનો દાઉદ સાથે છેલ્લા કેટલાક સમય પહેલો ફોટો પણ બહાર આવ્યો હતો.

મોતીને અમેરિકાના અરેસ્ટ કરવાથી જે રીતે પાકિસ્તાન જોર કરી રહી છે તેને જોઈને લાગી રહ્યું છે કે, જાબિર મોતી અને દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાન માટે આવનારા સમયમાં ઘણા કામના મહોરા બની શકે છે. અમેરિકી તપાસ એજન્સી FBIએ હાલમાં જ ખાતરી કરી હતી કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છે અને ત્યાંથી પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો છે. શ્રીલંકામાં એસ્ટર ડે પર થયેલા સિરીયલ બોમ્બ બ્લાસ્ટમાં પણ દાઉદ ઈબ્રાહમનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: પીએમ નરેન્દ્ર મોદી: પેનથી કપડા સુધી આ બ્રાન્ડ્સની વસ્તુ વાપરે છે

ભારતીય વિદેશ મંત્રાલયે પણ FBIના દાવાની પુષ્ટી કરી હતી જો કે પાકિસ્તાને આ વાતને નકારી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, દાઉદનું પાકિસ્તાનમાં હોવુ હવે કોઈ રહસ્ય નથી. દાઉદનો જાબિર મોતી સાથે કેટલાક સમય પહેલા ફોટો સામે આવ્યો હતો જેનાથી સ્પષ્ટ છે કે, અંડરવર્લ્ડનો હેડ કુખ્યાત દાઉદ સ્વસ્થ છે અને પાકિસ્તાન દ્વારા જે બિમાર હોવાની અફવા ફેલાવવામાં આવી હતી તે દુનિયાને ભ્રમિત કરવા માટે હતી. 

national news gujarati mid-day dawood ibrahim