Big Breaking: આતંકી હુમલાની આશંકાથી રોકવામાં આવી અમરનાથ યાત્રા

02 August, 2019 05:03 PM IST  |  જમ્મૂ અને કશ્મીર

Big Breaking: આતંકી હુમલાની આશંકાથી રોકવામાં આવી અમરનાથ યાત્રા

આતંકી હુમલાની આશંકાથી રોકવામાં આવી અમરનાથ યાત્રા

જમ્મૂ કશ્મીરમાં આતંકી હુમલાની શક્યતાને લઈને અમરનાથ યાત્રા 13 દિવસ પહેલા જ રોકી દેવામાં આવી છે. ગૃહ વિભાગે એક આદેશ જાહેર કરતા કશ્મીર આવેલા અમરનાથના શ્રદ્ધાળુઓ અને પર્યટકોને કહ્યું છે કે તેઓ હાલની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જલ્દી થી જલ્દી ઘરે પાછા જતા રહે. તાજા જાણકારી પ્રમાણે યાત્રાના માર્ગમાં બારૂદી સુરંગ અને સ્નાઈપર મળતા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

જમ્મૂ-કશ્મીર પોલીસે ઈન્ટેલિજન્સ ઈનપુટના આધાર પર એક આદેશ જાહેર કરતા આતંકવાદી હુમલાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઈન્ટેલિજન્સ ઈનપુટ અમરનાથ યાત્રાને લઈને જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્ત સૂચના બાદ કશ્મીર ઘાટીમાં આવેલા તમામ પર્યટકો અને શ્રદ્ધાળુઓને પોલીસે અલર્ટ કરી દીધા છે. ત્યાં જ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે અને ફરવા આવેલા પર્યટકોને જલ્દી જ ઘરે પહોંચડવાના આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્યના તમામ મુખ્ય વિભાગોને સિક્યોરિટી એડવાઈઝરી પણ જાહેર કરી દેવામાં આવી છે. જમ્મૂ-કશ્મીરના ગવર્નર, જમ્મૂ-કશ્મીર DGP અને ટૂરિઝમ વિભાગને પણ આ મામલે જાણકારી આપવામાં આવે છે.

આ પણ જુઓઃ Happy Birthday : વિજય રૂપાણીની રાજકીય કારર્કિદી જુઓ તસવીરોમાં

પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજ્યના ગૃહ વિભાગે દ્વારા શ્રી અમરનાથ શ્રદ્ધાળુઓ અને પર્યટકોના નામ જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે આ આદેશ શ્રી અમરનાથની યાત્રાના મુસાફરોના ડર ને જ નહીં પરંતુ ઘાટીમાં પહેલેથી જ ડરનો જે માહોલ છે તેને પણ વધારશે.

jammu and kashmir amit shah national news