હમ જુદા હો ગએ માયાવતી-અખિલેશનું ગઠબંધનને બાય-બાય

05 June, 2019 08:12 AM IST  | 

હમ જુદા હો ગએ માયાવતી-અખિલેશનું ગઠબંધનને બાય-બાય

ફાઈલ ફોટો

 સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન તૂટવાની ચર્ચાઓની વચ્ચે માયાવતીએ ખુદ આવીને સ્થિતિ સ્પક્ટ કરી છે અને હાલ ગઠબંધન પર બ્રેક લગાવવાની પુષ્ટી કરી છે. માયાવતીએ મીડિયા સાથે વાત કરતાં એક બાજુ અખિલેશ અને ડિમ્પલની સાથે હંમેશાં માટે સંબંધ બનાવી રાખવાની વાત કહી તો બીજી બાજુ હાલ ચૂંટણી રાજકારણમાં એકલાં જ આગળ વધવાની પણ પુષ્ટી કરી છે. માયાવતીએ લોકસભા ચૂંટણીમાં કારમી હારનું ઠીકરું સમાજવાદી પાર્ટી પર ફોડતાં કહ્યું કે તેમને યાદવ વોટ જ ન મળ્યા.

માયાવતીએ કહ્યું કે કનૌજમાં ડિમ્પલ, બદાયુંમાં ધર્મેન્દ્ર યાદવ અને ફિરોજાબાદમાં અક્ષય યાદવની હાર અમને વિચારવા પર મજબૂર કરે છે. તેમની હારનું અમને પણ ખૂબ દુ:ખ છે. સ્પક્ટ છે કે આ યાદવ બાહુલ્ય સીટો પર પણ યાદવ સમાજના વોટ સપાને મળ્યા નથી. એવામાં એ વિચારવાની વાત છે કે સપાની બેઝ વોટબૅન્ક જ જો તેમનાથી છટકી ગઈ છે તો પછી તેમના વોટ બસપાને કેવી રીતે ગયા હશે?

માયાવતીએ કહ્યું કે અખિલેશ અને ડિમ્પલ મારું ખૂબ જ સન્માન કરે છે. અમારા સંબંધ હંમેશાં માટે છે. પરંતુ રાજકીય વિવશતાઓ છે. લોકસભા ચૂંટણીનાં પરિણામો યુપીમાં જે ઊભરીને સામે આવ્યા છે ત્યારે દુ:ખની સાથે કહેવું પડે છે કે યાદવ બાહુલ્ય સીટો પર પણ સપાને તેમના વોટ મળ્યા નથી. યાદવ સમાજને વોટ ન મળતાં કેટલીય મહત્વપૂર્ણ સીટો પર પણ સપાના મજબૂત ઉમેદવાર હારી ગયા. આ આપણને ઘણુંબધું વિચારવા માટે મજબૂર કરે છે.

અમારી સમીક્ષામાં એ જાણવા મળ્યું કે બસપા જે રીતે કેડર બેઝ પાર્ટી છે. અમે મોટા લક્ષ્યની સાથે સપાની સાથે મળીને કામ કર્યું છે, પરંતુ અમને કોઈ સફળતા મળી નથી. સપાએ સારી તક ગુમાવી દીધી છે. આવી સ્થિતિમાં સપાને સુધારો કરવાની જરૂર છે. સપાને પણ બીજેપીના જાતિવાદી અને સાંપ્રદાયિક અભિયાનની વિરુદ્ધ મજબૂતીથી લડવાની જરૂર છે. જો મને લાગશે કે સપા પ્રમુખ રાજકીય કાર્યોની સાથે જ પોતાના લોકોને મિશનરી બનાવામાં સફળ થઈ જાય છે તો પછી અમે સાથે ચાલીશું. જો આ કામમાં સફળ થશે નહીં તો અમે એકલા ચલાવાનું જ શ્રેષ્ઠ રહેશે.

આ પણ વાંચો: વડોદરામાં નશામાં ધૂત પીએસઆઇએ કરેલા ફાયરિંગમાં યુવકનું મોત

લોકસભા ચૂંટણી-૨૦૧૯માં બીજેપીને પૂર્ણ બહુમત મળી છે ત્યારે સપા-બસપાએ ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કરી ચૂંટણી લડી હતી. પરંતુ આ ચૂંટણીમાં મોદી વેવમાં સપા-બસપા ગઠબંધનને માત્ર ૧૦ સીટો મળતાં માયાવતી નારાજ થયા હતા.

national news gujarati mid-day akhilesh yadav mayawati