Air Indiaના હેન્ડઓવર પહેલા PM સાથે મુલાકાત કરી શકે છે Tata Sonsના ચેરમેન

27 January, 2022 08:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઍર ઇન્ડિયાની સાથે તેની લાભાન્વિત વિમાન સેવા ઍર ઇન્ડિયા એક્સપ્રેસની પણ 100 ટકા ભાગીદારીનું વેચાણ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

ઍર ઇન્ડિયાની કમાન સંપૂર્ણપણે તાતા ગ્રુપના હાથમાં સોંપવાની તૈયારી ઝડપથી થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ઍર ઇન્ડિયાને આજે તાતા ગ્રુપને સોંપી શકે છે. આ અટકળો વચ્ચે તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન આજે વડાપ્રદાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી શકે છે. સૂત્રોએ ગુરુવારે એક ન્યૂઝ એજન્સીને આ માહિતી આપી. સૂત્રોએ જણાવ્યું કે હેન્ડઓવર પહેલા ઍર ઇન્ડિયાના નિદેશક મંડળમાં સરકારી સભ્યોની જગ્યાએ તાતા સમૂહ દ્વારા નામાંકિત લોકોને સામેલ કરી શકાય છે.

સરકારી સૂત્રએ કહ્યું, "ઍર ઇન્ડિયાના હાલના બૉર્ડની અંતિમ મીટિંગ આજે બપોરે 2.30 વાગ્યાની આસપાસ થવાની હતી. ઍર ઇન્ડિયાના બૉર્ડના સરકારી સભ્યો રાજીનામું આપશે. સાથે જ તાતા સન્સ દ્વારા નામાંકિત નવું બૉર્ડ નિયંત્રણ સંભાળશે. ત્યાર બાદ તાતા સન્સ ઍર ઇન્ડિયાના નવા સીએમડી અને અન્ય પદ પર નિયુક્તિ કરશે."

સરકારે પ્રતિસ્પર્ધી નીલામી પ્રક્રિયા બાદ આઠ ઑક્ટોબરના 18,000 કરોડ રૂપિયામાં ઍર ઇન્ડિયાને Talace પ્રાઇવેટ લિમિટેડને વેચી દીધો હતો. આ તાતા ગ્રુપની હોલ્ડિંગ કંપનીની અનુષંગી એકમ છે.

ત્યાર બાદ, તાતા સમૂહના એક આશય પત્ર (LoI) જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સરકારની ઍરલાઇનમાં પોતાની 100 ટકા ભાગીદારી વેચવાી ઇચ્છા વ્યક્ત કરી હતી. પછી, કેન્દ્ર આ સોદા માટે શૅર ખરીદી સોદા (SPA)પર હસ્તાક્ષર કર્યા.

ડીલ હેઠળ, ઍર ઇન્ડિયાની સાથે તેની લાભાન્વિત વિમાન સેવા ઍર ઇન્ડિયા એક્સપ્રેસની પણ 100 ટકા ભાગીદારીનું વેચાણ કરવામાં આવશે. સાથે જ તેની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એઆઇએશએટીએસની 50 ટકા ભાગીદારી તાતા સમૂહને આપવામાં આવશે.

સરકારે 25 ઑક્ટોબરના 18,000 કરોડ રૂપિયામાં ઍર ઇન્ડિયાના વેચાણ માટે તાતા સન્સ સાથે ખરીદ સોદો કર્યો હતો. તાતાએ સોદાના બદલામાં સરકારને 2,7000 કરોડ રૂપિયા રોકડ અપશે અને ઍરલાઇન પર બાકીના 15,300 કરોડ રૂપિયાના ઋણનું દેવું લેશે.

ઍરઇન્ડિયા વર્ષ 2007-08માં ઇન્ડિયન એરલાઇન્સ સાથે વિલય બાદ સતત નુકસાનમાં ચાલતી હતી. 31 ઑગસ્ટ 2021ના તેના પર કુલ 61,562 કરોડ રૂપિયાનું ઋણ હતું.

national news tata narendra modi air india