રાહુલ ગાંધી ગુજરાતમાં ટ્રૅક્ટર-રૅલી યોજે એવી સંભાવના

14 October, 2020 11:39 AM IST  |  Ahmedabad | Agency

રાહુલ ગાંધી ગુજરાતમાં ટ્રૅક્ટર-રૅલી યોજે એવી સંભાવના

રાહુલ ગાંધી

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ સીટોને લઈને પેટાચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે બીજેપી અને કૉન્ગ્રેસ એમ બન્ને પાર્ટીઓના નેતાઓએ કમર કસી દીધી છે. રાહુલ ગાંધી પેટાચૂંટણીઓને લઈને ગુજરાતમાં ટ્રૅક્ટર-રૅલી કરી શકે છે. એટલું જ નહીં, ગુજરાતમાં રાહુલ ગાંધીની ૫૦ કિ.મી.ની ટ્રૅક્ટર-રૅલી યોજાઈ શકે છે. રાહુલ ગાંધીની ટ્રૅક્ટર-રૅલી ગુજરાતમાં ગીર સોમનાથ અથવા ઉત્તર ગુજરાતમાં યોજાઈ શકે છે.

કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસને લઈને આજે સૂત્રો પાસેથી એક માહિતી સામે આવી રહી છે, જેમાં રાહુલ ગાંધી ઑક્ટોબર મહિનામાં ગુજરાતમાં આવી શકે છે. કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ટ્રૅક્ટર-રૅલી કરી શકે છે. ગુજરાતમાં રાહુલની ૫૦ કિ.મી.ની ટ્રૅક્ટર-રૅલીના સમાચાર મળતાં રાજકીય ગલિયારોમાં સન્નાટો વ્યાપી ગયો છે. રાહુલ ગાંધી કેન્દ્ર સરકારના ખેડૂતલક્ષી ૩ કાયદાઓનો ગુજરાતમાં વિરોધ કરી શકે છે એવા એક સમાચાર સામે આવી રહ્યા છે.

rahul gandhi gujarat ahmedabad congress bharatiya janata party