ઓરિસ્સામાં ફાની વાવાઝોડાના દિવસે જન્મેલ બાળકનું નામ પણ "ફાની" રખાયું

03 May, 2019 07:35 PM IST  |  ઓરિસ્સા

ઓરિસ્સામાં ફાની વાવાઝોડાના દિવસે જન્મેલ બાળકનું નામ પણ "ફાની" રખાયું

ફાની વાવાઝોડામાં જન્મેલ બાળકીનું નામ "ફાની" રાખવામાં આવ્યુ્ં (PC : ANI)

ઓડિશામાં ફાની વાવાઝોડાની અસર ચાલુ છે. આવા ભયાનક માહોલમાં ઓડિશાની રેલ્વે હોસ્પિટલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે તમે સાંભળીને ચોકી નહી જાવ પણ ખુશ થઇ જશો. આ કિસ્સામાં જે પરીવાર સાથે ઘટના બની છે તે પરીવાર પણ આવા ભયાનક માહોલમાં પણ ખુશી મનાવી રહ્યું છે.


બાળકીનું નામ "ફાની" રાખવામાં આવ્યું
વાત એવી છે કે ઓરિસ્સામાં તુફાન મચાવનાર ફાની વાવાઝોડામાં સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. આ સમયે ઓરિસ્સાની રેલ્વે હોસ્પિટલમાં એક 32 વર્ષીય મહિલાએ સવારે 11 વાગે એક બાળકીને જન્મ આપ્યો હતો. રોચક વાત તો એ છે કે જે મહિલાએ આ બાળકીને જન્મ આપ્યો હતો તેમના પરીવારે આ બાળકીનું નામ જ “ફાની” રાખી દીધું. હાલ આ લખાય રહ્યું છે ત્યા સુધી આ બંને બાળક અને માતાની તબિયત સારી અને સ્વસ્થ છે. મહત્વની વાત એ છે કે બાળકીની માતા રેલ્વેમાં જ નોકરી કરે છે.

આ પણ જુઓ : Cyclone Fani: ફનીની અસરને કારણે આવો છે માહોલ

આ પહેલા પણ બાળકીનું નામ તિતલી રાખવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે ઓરિસ્સામાં થોડા સમય પહેલા એક ચક્રવાત આવ્યું હતું. જેનું નામ તિતલી રાખવામાં આવ્યું હતું. આ સમયે ઓરિસ્સામાં ગંજમ, જગતસિંહપુર અને નયાગઢ વિસ્તારમાં જન્મેલી બાળકીઓના નામ પરીવારોએ ‘તિતલી’ રાખવામાં આવ્યા હતા. ત્યારે આ ફાની વાવાઝોડામાં પણ આ ઘટના સામે આવી છે.

odisha