નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ ટ્રેક્ટર ચાલકને મળ્યું 59,000નું ચલાન

05 September, 2019 12:12 PM IST  |  New Delhi

નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ ટ્રેક્ટર ચાલકને મળ્યું 59,000નું ચલાન

New Delhi : નવા મોટર વ્હીકલ એક્ટ સંશોધન બિલ 2019 લાગુ થઈ જતા ટ્રાફિકના નિયમો કડક બની ગયા છે. બિલ લાગુ થતાના ત્રણ દિવસમાં જ ગુરુગ્રામ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાના મામલામાં 4 મોટી રકમના ચાલાન કાપ્યા છે. જેમાં પહેલુ ચાલાન 23, 000નું, બીજું ચાલાન 24, 000નું, ત્રીજું ચાલાન 35, 000 રૂપિયાનું છે અને ચોથા ચાલાનની હવે જાણકારી મળી છે. જે 59, 000 રૂપિયાનું છે. મળેલી જાણકારી અનુસાર, મંગળવારે મોડી રાત્રે ટ્રાફિક પોલીસે ન્યૂ કૉલોની પાસે ઓવર લોડ ટ્રેક્ટર ટ્રોલીના ચાલકને 59 હજારનું ચલાના પકડાવી દીધું.

આ પણ જુઓ : PM મોદી બન્યા અન્ય દેશોમાં સૌથી વધુ અવૉર્ડ પામનાર વ્યક્તિ, મળ્યા છે આ અવૉર્ડ

એટલું જ નહીં, ટ્રેક્ટર ચાલકે રેડ લાઈટ જંપ કરવાના ચક્કરમાં એક મોટરસાઈકલને ટક્કર પર મારી દીધી હતી. પોલીસકર્મચારીઓએ રોકીને ચાલક પાસેથી કાગળિયા માંગ્યા તો તે કોઈ દસ્તાવેજ પણ ન બતાવ્યા. આ બાદ નવા ટ્રાફિક એક્ટ અંતર્ગત ટ્રાફિક પોલીસે ચાલક લાઈસન્સ, આરસી, ફિટનેસ સર્ટિફિકેટ, ખતરનાક સામાન રાખવાના તથા ખતરનાક ડ્રાઈવિંગ કરવાના, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાના આરોપમાં 59 હજારનું ચાલાન પકડાવી દેવામાં આવ્યું હતું. જો કે ચાલક દસ્તાવેજ બતાવી દીધું તો તેને 13 હજાર જ ભરવા પડશે.

આ પણ જુઓ : આટલું શાનદાર, દમામદાર છે દિલ્હીમાં બનેલું ગરવી ગુજરાત ભવન, જુઓ ફોટોઝ

મહત્વનું છે કે મહિનાની શરૂઆતમાં જ એટલે કે સપ્ટેમ્બરથી દેશભરમાં સંશોધિત મોટર વાહન અધિનિયમ લાગુ પડ્યા બાદ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા પર ભારે દંડ લગાવવામાં આવી રહ્યો છે. અને આ જ ચક્કરમાં તેમને 23000, 24000, 35000 પણ ભરવા પડી રહ્યા છે.

national news automobiles