નવા ટ્રાફિક નિયમે તોડ્યા તમામ રેકોર્ડ્સ, હવે કપાયું 1.41 લાખનું ચલણ

11 September, 2019 04:02 PM IST  |  નવી દિલ્હી

નવા ટ્રાફિક નિયમે તોડ્યા તમામ રેકોર્ડ્સ, હવે કપાયું 1.41 લાખનું ચલણ

હવે કપાયું 1.41 લાખનું ચલણ

મોદી સરકારનો નવો ટ્રાફિકનો નિયમ રોજ રોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. નીતિન ગડકરીએ મોટર વ્હીકલ એક્ટમાં સંશોધનનું બિલ રજૂ કર્યું હતુ, જે લોકસભા અને રાજ્યસભામાં પસાર થયું હતું. અને 1 સપ્ટેમ્બરે આ કાયદો લાગૂ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિકના નિયમો તોડવા માટે લોકોને 10 ગણો દંડ ભરવો પડી રહ્યો છે. જો કે, આ કાયદો હજી કેટલાક રાજ્યોમાં લાગૂ નથી પડ્યો. એવામાં દિલ્હીની ટ્રાફિક પોલીસે પાછલા તમામ રેકોર્ડ તોડી દીધા છે.

દિલ્હી ટ્રાફિક પોલીસે એક વ્યક્તિનું 1 લાખ 41 હજારનું ચલણ કાપ્યું છે. હા, આ સાચું છે. થયું એવું કે રાજસ્થાનની એક ગાડી જ્યારે દિલ્હીના રોહિણીમાં પહોંચી ત્યારે દિલ્હી પોલીસે આ ચલણ કાપ્યું. નવા ટ્રાફિક નિયમ લાગૂ થયા બાદ આપવામાં આવેલું આ સૌથી મોટું ચલણ છે. ફાઈન રિસિપ્ટ પ્રમાણે આ ચલણ ભગવાન રામ નામના આ વ્યક્તિએ ભર્યું છે.

આ ટ્રાફિક ચલાણે પણ ઉડાવ્યા હોશ
1. ટ્રક ડ્રાઈવરનું 86, 500નું ચલણ
ધારા 177 પ્રમાણે સામાન્ય ચલણ- 500 રૂપિયા
ધારા 180 અંતર્ગત વાહન ચલાવવા માટે અનાધિકૃત વ્યક્તિ- 5, 000 રૂપિયા
ધારા 181 અંતર્ગત ડ્રાઈવિંગ લાયસન્સ ન હોવા માટે - 5, 000 રૂપિયા
ધારા 194(1)અંતર્ગત ઓવરલોડ વાહનનું ચલણ - 56, 000 રૂપિયા
ઓવર ડાયમેન્શનનું ચલણ - 20, 000 રૂપિયા

2. ટ્રેક્ટર ડ્રાઈવરનું 59,000 રૂપિયાનું ચલણ
ગુરુગ્રામમાં એક ટ્રેક્ટર ડ્રાઈવરનું DL, RC, ફિટનેસ પ્રમાણપત્ર, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ ન હોવા માટે, ખતરનાક સામાન, હાઈબીમ, ઓવરલોડિંગ અને ખતરનાક ડ્રાઈવિંગ સાથે રેડ લાઈટ જંપ કરવા માટે 59, 000 રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યું હતું.

આ પણ જુઓઃ ગોપી વહુથી ગોપિકા સુધી, આવી છે Gia Manekની સફર....

new delhi nitin gadkari