રાહુલ માટે વિમાન મોકલીશ, હકીકત જાણો પછી નિવેદન આપો : સત્યપાલ

14 August, 2019 02:40 PM IST  |  શ્રીનગર

રાહુલ માટે વિમાન મોકલીશ, હકીકત જાણો પછી નિવેદન આપો : સત્યપાલ

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક

કૉન્ગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાશ્મીરમાં હિંસા થઈ હોવાના સમાચાર વિશે ટિપ્પણી કરી હતી. આ વિશે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે જવાબ આપ્યો હતો. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે રાહુલ ગાંધીને કાશ્મીરની વાસ્તવિક સ્થિતિ જાણવી હોય એ માટે તેઓ વિમાન મોકલશે.

રાજ્યપાલ સત્યપાલ મલિકે એમ પણ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ એક પાર્ટીના નેતા તરીકે પોતાના વ્યવહાર ઉપર શરમ અનુભવવી જોઈએ. તેઓ મુર્ખામીભરી વાતો કરે છે. મલિકે ઉમેર્યું હતું કે ‘મેં રાહુલ ગાંધીને જમ્મુ-કાશ્મીર આવવા માટે આમંત્રણ મોકલ્યું છે અને હું તમારા માટે વિમાન મોકલીશ જેનાથી તમે પરિસ્થિતિ અંગે સાચી માહિતી જાણી શકો. જવાબદાર વ્યક્તિ તરીકે તમારે આ રીતે વાત ન કરવી જોઈએ.’ સત્યપાલ મલિકે આ નિવેદન હિંસા સંબંધી કેટલાક નેતાઓની ટિપ્પણી અંગેના સવાલના જવાબમાં આપ્યું હતું.

તેમણે એમ પણ કહ્યુ હતું કે ‘૩૭૦ કલમ રદ કરવા પાછળ કોઈ સાંપ્રદાયિક દૃષ્ટિકોણ નથી તેમ જ કેટલાંક વિદેશી મીડિયા ખોટું રિપોર્રિંગ કરી રહ્યાં હતાં. અમે તેમને પણ ચેતવણી આપી છે. તેમણે દાવો કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરનાં દરેક દવાખાનાં ખુલ્લાં છે. એક વ્યક્તિને પણ જો ગોળી વાગી હોય તો સાબિત કરી આપો. ચાર યુવાનો હિંસા કરવાની કોશિશ કરી રહ્યા હતા. તેમને પેલેટથી પગમાં ગોળી મરવામાં આવી હતી જેમાંથી એકની હાલત પણ ગંભીર નથી.’

આ પણ વાંચો : કોણ છે PM નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન ? 24 વર્ષથી બાંધે છે રાખડી

ઍરક્રાફ્ટની જરૂર નથી, આઝાદીથી ફરવા ઇચ્છું છું: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સત્યપાલ મલિકને સંબોધિત કરતાં ટ્વીટ કર્યું છે કે હું વિપક્ષના નેતાઓ સાથે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ આવવાના નિમંત્રણનો સ્વીકાર કરવા માગું છું. રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમને ઍરક્રાફ્ટ ન આપશો, પરંતુ અમને ત્યાં જવા અને લોકોને મળવાની આઝાદી મળશે. અમારા મેન સ્ટ્રીમ લીડર અને સેનાના જવાન ત્યાં જ રહેશે.’

jammu and kashmir rahul gandhi national news