કોણ છે PM નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન ? 24 વર્ષથી બાંધે છે રાખડી

Published: Aug 14, 2019, 14:32 IST | દિલ્હી

તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ પાકિસ્તાનની એક મહિલા છેલ્લા 24 વર્ષથી વડાપ્રધાન મોદીને રાખડી બાંધે છે. આ મહિલાનું નામ કમર મોહસિન શેખ છે.

રક્ષાબંધન.. ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક છે. આ તહેવારની રાહ તમામ ભાઈ બહેન જુએ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મહિલાઓથી લઈ સ્કૂલની વિદ્યાર્થીઓ પણ રાખડી મોકલે છે. પરંતુ અમે તમને જે વાત કહેવા જઈ રહ્યા છીએ, તે તમારા હ્રદયને સ્પર્શી જશે. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ પાકિસ્તાનની એક મહિલા છેલ્લા 24 વર્ષથી વડાપ્રધાન મોદીને રાખડી બાંધે છે. આ મહિલાનું નામ કમર મોહસિન શેખ છે.

કોણ છે કમર મોહસીન શેખ ?

કમર મોહસીન શેખ મૂળ પાકિસ્તાનના છે. લગ્ન બાદ તે તરત જ ભારત આવ્યા હતા. ત્યારથી જ તે અમદાવાદમાં રહે છે, અને તેમના પતિ ડૉક્ટર છે.

qamar mohsin shaikh

કેવી રીતે થઈ પીએમ મોદી અને મોહસીન મુલાકાત

મોહસીન અને પીએમ મોદી એકબીજાને ત્યારથી ઓળખે છે, જ્યારે મોદી RSS સાથે જોડાયેલા હતા. મોહસીન પોતાના પતિ સાથે દિલ્હી કોઈ કામથી આવી હતી. તે દિવસે રક્ષાબંધન હતું. ત્યારે તેમણે પીએમ મોદીને રાખડી બાંધવાનો આગ્રહ કર્યો. વડાપ્રધાને પણ હા પાડી અને ત્યારથી મોહસીન તેમને રાખડી બાંધે છે.

2017માં પીએમ મોદીએ ખુદ ફોન કર્યો

વર્ષ 2017માં મોહસીનને લાગ્યું કે કદાચ પીએમ મોદી કામમાં વ્યસ્ત છે. એટલે તેમણે નક્કી કર્યું કે તે આ વર્ષે રાખડી બાંધવા નહીં જાય. પરંતુ વડાપ્રધાન મોદીએ રક્ષાબંધનના બે દિવસ પહેલા જ તેમને ફોન કરીને આવવાનું કહ્યું. મોહસીને કહ્યું કે પીએમ મોદીનો ફોન આવતા જ તે ખૂબ જ ખુશ હતી.

qamar mohsin shaikh

મોહસીને એક વખત કહ્યું હતું કે તેમણે વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે આજે જે કંઈ પણ છું તમારા જ કારણે છું. તેઓ મારા ખબર અંતર પૂછવાની સાથે સાથે મારા પુત્ર સુફિયાન અને મારા પતિ વિશે પણ પૂછે છે. આ જોઈને મને લાગે છે કે હું વિશ્વની સૌથી નસીબવાળી વ્યક્તિ છું.

આ પણ વાંચોઃ ગુજરાતના આ જ્યોતિર્લિંગનું ભજનસમ્રાટ ગુલશનકુમારે કરાવ્યું છે નવનિર્માણ

PM મોદી પાસેથી આ ગિફ્ટ ઈચ્છે છે બહેન

મોહસીનને પણ દરેક બહેનની જેમ ભાઈ નરેન્દ્ર મોદી પાસેથી ગિફ્ટ જોઈએ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને કઈ ગિફ્ટની આશા છે, તો તેમણે કહ્યું કે તેઓ બસ આશીર્વાદ ઈચ્ચે છે. તેમના આશીર્વાદ જ મોહસીન માટે બધું જ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK