રાજકારણની સીડી ન બનાવો આતંકવાદી હુમલાને: શિવસેના

20 February, 2019 07:46 AM IST  | 

રાજકારણની સીડી ન બનાવો આતંકવાદી હુમલાને: શિવસેના

ઉદ્ધવ ઠાકરે સંગ અમિત શાહ

BJP સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે યુતિ કરવાની અને બેઠકોની વહેંચણી કરવાની જાહેરાતના બીજા જ દિવસે શિવસેનાએ ફરી કેન્દ્ર સરકાર અને BJPની ટીકા કરતાં કહ્યું છે કે કેન્દ્રની NDA સરકારે એવું કામ ન કરવું જોઈએ કે એના પર હાલની સ્થિતિનો રાજકીય લાભ લેવાનો આરોપ લાગે.

રમખાણો અને આતંકી હુમલાનો ઉપયોગ રાજકીય ફાયદો લેવા ન કરવો જોઈએ એમ જણાવતાં શિવસેનાએ એના મુખપત્ર ‘સામના’માં લખ્યું હતું કે આવા આતંકવાદી હુમલાઓ પર કાશ્મીરના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાથી મુશ્કેલીઓ વધી શકે છે.

આ પણ વાંચો : J&Kના સરકારી કર્મચારીઓએ કામ કરવાની પાડી ના, સુરક્ષાની કરી માંગ: રિપોર્ટ

થોડા સમય પહેલાં એવા આરોપો થઈ રહ્યા હતા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી જીતવા માટે નાનું યુદ્ધ છેડી શકે છે એમ જણાવતાં એમાં લખવામાં આવ્યું હતું કે ‘સત્તાધારીઓએ એવું કોઈ કૃત્ય ન કરવું જોઈએ જેથી આવા આરોપોને સમર્થન મળે. દેશમાં આતંકવાદી હુમલાને મુદ્દે હજી ઊકળતા ચરુ જેવી સ્થિતિ છે. આને કારણે કેટલાક લોકોની ટીકા થઈ શકે છે, પરંતુ રમખાણો અને આતંકવાદી હુમલા જેવી સ્થિતિનો ઉપયોગ રાજકીય લાભ લેવા માટે ન થવો જોઈએ.’

uddhav thackeray amit shah national news bharatiya janata party shiv sena