કેન્દ્ર સરકારની ભલામણ પર અફવા ફેલાવતાં ચાર અકાઉન્ટ સસ્પેન્ડ કરાયાં

14 August, 2019 03:11 PM IST  |  નવી દિલ્હી

કેન્દ્ર સરકારની ભલામણ પર અફવા ફેલાવતાં ચાર અકાઉન્ટ સસ્પેન્ડ કરાયાં

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરુદ્ધ પ્રોપેગેંડા ચલાવનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સરકારે ટ્વિટરથી અફવા ફેલાવતા આઠ અકાઉન્ટ બંધ કરવાની ભલામણ કરી છે. તેમાં ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું અકાઉન્ટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારની ભલામણ પછી ચાર ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે.

હકીકતમાં ભારત સરકારની કલમ ૩૭૦ પર સોશ્યલ મીડિયા પર પ્રોપેગેંડા ચલાવનાર ટ્વિટર એકાઉન્ટ પર સતત નજર છે. જ્યારે દેશ વિરુદ્ધનું અભિયાન વધી ગયું ત્યારે સરકારે ટ્વિટરને આ દરેક અકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી ત્યાર પછી ચાર અકાઉન્ટ તો સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર મામલે ભારત વિરુદ્ધ ખોટી અને આધારહીન વાતોને ફેલાવવાના કારણે આ ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં આઝાદી દિને લાલ ચોક પર તિરંગો ફરકાવી શકે છે અમિત શાહ

નોંધનીય છે કે, સોમવારે ટ્વિટર પર અમુક અકાઉન્ટ્‌સ દ્વારા એવી વાત ફેલાવવામાં આવી હતી કે, બકરી ઈદના દિવસે ખીણ વિસ્તારમાં ગોળીબાર થયો છે. જ્યારે સાંજે પ્રશાસન દ્વારા સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો હતો કે, અહીં ઈદના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી થઈ છે અને એક પણ ગોળી નથી ચાલી.

jammu and kashmir national news