મોદીના હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ હાજર રહે એવી શક્યતા

16 September, 2019 08:54 AM IST  | 

મોદીના હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ હાજર રહે એવી શક્યતા

કાશ્મીર મુદ્દે સમર્થન માટે દુનિયાભરના દેશો સાથે વાત કરી રહેલા પાકિસ્તાનને અમેરિકા તરફથી વધુ એક આંચકો લાગી શકે છે. બીજી તરફ, અહેવાલ છે કે અમેરિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ‘હાઉડી મોદી’માં ટ્રમ્પ સામેલ થઈ શકે છે. નોંધનીય છે કે ૨૨ સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં મોદી ભારતીય સમુદાયને સંબોધશે. આ કાર્યક્રમમાં ૫૦૦૦૦થી વધુ લોકોની ઉપસ્થિતિની સંભાવના છે. હાઉડી મોદી નામના આ કાર્યક્રમમાં ટ્રમ્પની સામેલ થવાની શક્યતા છે.

નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપતાં પહેલાં વડા પ્રધાન મોદી અને પાકિસ્તાન પીએમ ઇમરાન ખાન ૨૧ તારીખે અમેરિકા પહોંચશે. અહીં બન્ને ૨૭ સપ્ટેમ્બરે જ યુએનજીએમાં ભાષણ આપશે. યુએનજીએથી અલગ પીએમ મોદી દુનિયાભરના નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. પીએમ મોદીની સાથે વિદેશપ્રધાન એસ. જયશંકર પણ અમેરિકામાં હશે જેઓ પોતાના સમકક્ષો સાથે બેઠક કરશે.

આ પણ વાંચો: રોજગારીની કમી નથી, ઉત્તર ભારતના લોકોમાં યોગ્યતા નથીઃ સંતોષ ગંગવાર

આ સ્પષ્ટપણે પાકિસ્તાન માટે એક આંચકાથી ઓછું નથી, કારણ કે ભારતના આંતરિક મુદ્દા પર એના જૂઠા દાવાઓ પર કોઈ ધ્યાન નથી આપતું. ઇમરાન ખાનનો અમેરિકાનો આ બીજો પ્રવાસ હશે. જુલાઈમાં ખાને ટ્રમ્પ સાથે એક બેઠક કરી હતી, ત્યાર બાદ તેમણે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતા કરવાની રજૂઆત કરી હતી.

narendra modi donald trump gujarati mid-day