નવી દિલ્હી જનારી 80 ટ્રેનો 15 થી 22 જુલાઈ સુધી કરાઈ રદ્દ

14 July, 2019 12:56 PM IST  | 

નવી દિલ્હી જનારી 80 ટ્રેનો 15 થી 22 જુલાઈ સુધી કરાઈ રદ્દ

નવી દિલ્હી જનારી 80 ટ્રેનો રદ્દ

રેલવેમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને આવનારા કેટલાક દિવસ મુશ્કલીઓનો સામનો કરવો પડી શકે છે. 15 થી 22 જુલાઈ સુધી નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ચાલનારી 80 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે એટલું જ નહી 57 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. નવી દિલ્હીથી તિલક બ્રિજ રેલવે સ્ટેશનના બીચ પાંચમી અને છઠ્ઠી રેલવે લાઈન શરૂ કરવા માટે નોન ઈન્ટરલોકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓને સૌથી વધારે સમસ્યાનો સામનો 18 થી 21 જુલાઈ વચ્ચે કરવાનો રહેશે કારણ કે આ સમય દરમિયાન સૌથી વધારે ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

રેલવે અધિકારીઓ અનુસાર, 2 નવી રેલવે લાઈન શરૂ થયા પછી નવી દિલ્હીથી ટ્રેનો સમયસર ચાલી શકશે. હાલ નવી દિલ્હીથી તિલક બ્રીજ વચ્ચે 4 રેલવે લાઈન છે જે ટ્રેનોની સંખ્યાના મુકાબલે ઓછી છે. ઓછી રેલવે લાઈન હોવાના કારણે નવી દિલ્હી જવા અને અહીંથી રવાના થતી ટ્રેનોને ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ઓછી લાઈન્સ હોવાના કારણે ટ્રેનો રોકવી પડતી હતી જેના કારણે ટ્રેનો સમયસર પહોંચી શકતી નથી.

આ પણ વાંચો: કૉપી કેસ પ્રકરણઃ જિતુ વાઘાણીનો પુત્ર દોષિત, દોઢ વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે

રેલવેના અધિકારીએ કહ્યું હતું કે, નવી રેલવે લાઈન બન્યા પછી આ સમસ્યાઓ દૂર થશે. ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દિપક કુમારે કહ્યું હતું કે, તિલક બ્રીજ 1978માં બનાવવામાં આવ્યો હતો. આ બ્રીજ પરથી રોજ 80 ટ્રેનો પસાર થતી હતી જે વધીને અત્યારે 350 જેટલી થઈ ગઈ છે. નવી બનાવવામાં આવેલી 2 રેલવે ટ્રેક લાઈન માટે 140 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામં આવ્યો છે જે 22 તારીખની આસપાસ કાર્યરત થશે.

national news gujarati mid-day