ભાવનગર યુનિવર્સિટી દ્વારા એપ્રિલ-મે મહિનામાં લેવામાં આવેલી વિવિધ પરીક્ષામાં પ્રદેશ બીજેપી અધ્યક્ષ જિતુ વાઘાણીના પુત્ર, એનએસયુઆઇના છાત્ર નેતા વાળા અને આરએસએસના આગેવાનના પુત્રને ચોરીના બનાવમાં સજા કરવામાં આવે છે.
યુજી. સેમેસ્ટર-૧,૩ અને ૫ની એટીકેટી પરીક્ષામાં શહેરની સ્વામી વિવેકાનંદ કૉલેજના છાત્ર અને પ્રદેશ બીજેપી અધ્યક્ષના પુત્ર મીત જિતુભાઇ વાઘાણી એમ. જે. કૉલેજ ઑફ કૉમર્સમાં બી.સી.એ સેમેસ્ટર-૧ની પરીક્ષા ચોરી કરતાં પકડાઇ જતાં નેતાની સામે અને એનએસયુઆઈના જિલ્લા ઉપાધ્યક્ષ ગિરિરાજસિંહ વાળા યુનિ.ના એક્સટર્નલ કેન્દ્રમાં ચાલી રહેલી બી.એ. સેમેસ્ટર-૧ રિપિટર્સની સંસ્કૃત વિષયની પરીક્ષામાં ચોરી કરતાં પકડાતા તેઓની સામે પણ કોપી કેસ નોંધાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ દર્શન રાવલ: આવી છે અમદાવાદના ચોકલેટી બોયની સક્સેસ સ્ટોરી
વળી આરએસએસના આગેવાનના પુત્ર તુષાર મહેશભાઇ વ્યાસ એમ.કૉમ એક્સટર્નલ કોર્સની પાર્ટ-૧ની બિઝનેસ એન્વાયરમેન્ટની પરીક્ષામાં સપ્લિમેન્ટરીમાંથી જવાબો લખતા હોવાનું પકડાયું હતું. પ્રદેશ બીજેપીના અધ્યક્ષના પુત્ર મીત વાઘાણી અને એનએસયુઆઈના ઉપપ્રમુખ ગિરિરાજસિંહ વાળા દોઢ વર્ષ સુધી અને સંઘના આગેવાનના પુત્ર તુષાર વ્યાસ ત્રણ વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં.
અમિત શાહે પતંગ ચગાવી અને ગુજરાત બીજેપીના અધ્યક્ષે પકડી ફીરકી
15th January, 2020 10:33 ISTઅલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી લડશે : જિતુ વાઘાણી
1st September, 2019 09:27 ISTબજેટ સત્ર પહેલા રૂપાણી કેબિનેટમાં થશે ફેરફાર, આમને મળી શકે સ્થાન
11th June, 2019 11:31 ISTપ્રદીપસિંહ જાડેજા કૅબિનેટ પ્રધાન અને જિતુ વાઘાણી ગૃહરાજ્ય પ્રધાન બને એવી શક્યતા
2nd June, 2019 08:03 IST