ગોવામાં અરેસ્ટ લૅન્ડિંગનું સફળ પરીક્ષણ

14 September, 2019 11:25 AM IST  |  નવી દિલ્હી

ગોવામાં અરેસ્ટ લૅન્ડિંગનું સફળ પરીક્ષણ

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : (જી.એન.એસ.) ભારતમાં નિર્માણ પામેલું વજનમાં હલકું યુદ્ધવિમાન તેજસ (એલસીએ)ને નૌકાદળ માટે તૈયાર કરવામાં આવેલું દેશનું પહેલું અેવું વિમાન બની ગયું છે જેણે સફળતાપૂર્વક અરેસ્ટ લૅન્ડિંગ કરી. ભારતીય નૌકાદળ માટે આ મહત્ત્વની સફળતા માનવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં ગણતરીના લડાયક વિમાનો અરેસ્ટ લૅન્ડિંગને સફળતાથી પાસ કરી લે છે, જેમાં અમેરિકા, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને તાજેતરમાં જ ચીને પણ આ પ્રકારના યુદ્ધવિમાનને વિકસાવ્યું છે. ગોવાના દરિયાકિનારે બનેલી ટેસ્ટ ફેસેલિટીમાં આ પરીક્ષણને વારંવાર સફળ થવું સાબિત કરે છે કે એલસીએ-એન સૌથી મહત્ત્વની ડિઝાઈન ફિચર કોઈ પણ વિમાનવાહક જહાજના ડેક પર અરેસ્ટેડ લૅન્ડિંગને વિમાન ઝેલી શકે છે. હવે ભારતના એકમાત્ર ઑપરેશન વિમાનવાહક યુદ્ધજહાજ આઇએનએસ વિક્રમાદિત્ય પર લૅન્ડ કરાવવામાં આવશે.

એલસીએ-એન ને મે-જૂન દરમ્યાન ગોવા ટેસ્ટ ફેસિલિટીમાં ૬૦ વાર ઉડાન ભરી હતી. વિમાનને આઇએનએસ વિક્રમાદિત્યના ડેક પર પહોંચાડવા માટે એલસીએ-એનના એન્જિનિયર્સ અને પાઇલટ પણ આ વાતથી સંતુષ્ટ છે કે વિમાન ૭.૫ મીટર પ્રતિ સેંકન્ડના સિંક રેટ (નીચે ઊતરવાની ઝડપ)થી ક્ષતિગ્રસ્ત થયા વગર જહાજ પર પહોંચી શકે છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલ ટીમને પણ ભરોસો છે કે આ ભારતીય યુદ્ધવિમાન લૅન્ડિંગ સર્ટિફિકેટને મેળવવા માટે સક્ષમ છે.

આ પણ વાંચો : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ

જો કે આ પ્રોજેક્ટ સાથે એક યાંત્રિક ફેરફાર છે જેમાં ૈંદ્ગજી પર લાગેલ અરેસ્ટર ગેયર ડિઝાઇન સિસ્ટમ અને ટેસ્ટ ફેસિલિટીમાં લાગેલી સિસ્ટમની ડિઝાઇન અલગ છે. આ મુદ્દે ન્ઝ્રછ-દ્ગ પ્રોજેક્ટ ટીમ એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે, આ ફેરફારની પ્રોડેક્ટ પર કોઈ અસર નહીં પડે, પરંતુ વિમાન જ્યારે જહાજ પર સફળતાથી લૅન્ડિંગ કરશે ત્યારે જ તેને ભરોસાપાત્ર કહી શકાશે.

new delhi goa