આંધ્રમાં ગોદાવરીમાં નૌકા ડૂબતાં ૧૨નાં મોત : ૩૬ લાપતા

16 September, 2019 08:24 AM IST  | 

આંધ્રમાં ગોદાવરીમાં નૌકા ડૂબતાં ૧૨નાં મોત : ૩૬ લાપતા

આંધ્ર પ્રદેશના દેવીપટ્ટનમ નજીક ગોદાવરી નદીમાં એક નૌકા ડૂબતા ૧૨ લોકોનાં મોત થયા છે. જ્યારે હોડીમાં સવાર લોકો પૈકીના ૩૬ લોકો હજુ પણ લાપતા છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમોને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. આ દેરક ટીમમાં 30 સભ્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો માટે ૧૦ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમોને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. આ દરેક ટીમમાં ૩૦ સભ્યો છે.

રોયલ વશિષ્ઠ નામની નૌકામાં બેસીને મોટા ભાગના લોકો રાજમુદ્રી નજીક આવેલા જાણીતા ટૂરિસ્ટ સ્પોટ પાપીકોન્ડાલું તરફ જઈ રહ્યાં હતા. હોળીની શોધખોળ માટે એક હેલિકોપ્ટરને પણ કામે લગાડવામાં આવ્યું છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય. જગન મોહન રેડ્ડી પોતે આખા બચાવકાર્ય પર નજર રાખી રહ્યા છે. બચાવકાર્ય માટે વધુ બે નૌકાને મોકલવામાં આવી છે.

આ પણ વાંચો: વતનમાં જન્મદિવસ ઉજવશે વડાપ્રધાન, આ છે કાર્યક્રમ

મુખ્ય પ્રધાને ગોદાવરી નદીમાં ચાલતી હોડીઓના લાઇસન્સ રદ કરવાનો પણ આદેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને નદીમાં ચાલતી તમામ હોળીઓની વિગતે તપાસ કરવા પણ સૂચના આપી છે. આ અંગે ટુરીઝમ મિનિસ્ટર મુથમસેટ્ટી રાવે જણાવ્યું હતું કે ડૂબેલી નૌકા ટૂરિઝમ ડિપાર્ટમેન્ટનું લાઇસન્સ ધરાવતી ન હતી, પરંતુ તેની પાસે કાકીનાડા પોર્ટની પરવાનગી હતી. આ અંગે રાજયના ગૃહ મંત્રી એમ સચરિતાએ જણાવ્યું હતું કે આ હોડીને પરવાનગી આપનાર અધિકારીઓ સામે યોગ્ય પગવા લેવામાં આવશે.

national news gujarati mid-day