વતનમાં જન્મદિવસ ઉજવશે વડાપ્રધાન, આ છે કાર્યક્રમ

Published: Sep 15, 2019, 15:55 IST | ગાંધીનગર

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ વતન ગુજરાતમાં ઉજવવાના છે. પીએમ મોદી 16 સપ્ટેમ્બરથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ વતન ગુજરાતમાં ઉજવવાના છે. પીએમ મોદી 16 સપ્ટેમ્બરથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોતાના જન્મદિવસે સરદાર સરોવર ડેમની ઐતિહાસિક સપાટીએ પહોંચેલા નર્મદાના નીરના વધામણાં કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પ્રમામે પીએમ મોદી 16 સપ્ટેમ્બરે રાત્રે અમદાવાદ પહોંચશે. રાત્રે 11 વાગે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે. સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારશે. તો 17 સપ્ટેમ્બરે એટલે કે પોતાના જન્મદિવસે પીએમ મોદી માતા હીરા બાના આશીર્વાદ લેશે. અને સવારે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની પહોંચશે. પીએમ નરેન્દ્ર મોદી સરદાર સરોવર ડેમ પહોંચીને નર્મદા મૈયાનાં વધામણાં કરશે. બપોરે 2 વાગ્યે ગાંધીનગર સચિવાલય ખાતે આવશે. બાદમાં વડાપ્રધાન મોદી રાજભવન ખાતે આયોજિત વિશેષ બેઠકમાં હાજરી આપશે.


ઉલ્લેખનીય છે કે 2014માં પહેલીવાર મોદી સરકારના 17મા દિવસે જ નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી અપાઈ હતી. જે બાદ 2015માં 30 દરવાજા લાગાવવામાં આવ્યા હતા. જેને બંધ કરવાની મંજૂરી 2017માં મળી હતી. જો કે છેલ્લા બે વર્ષમાં પાણીની આવક ઓછી રહી હતી અને આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા બંધ છલગાઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમમાં પાણીની સપાટી 138 મીટરને પાર થઇ છે.

જડબેસલાક સુરક્ષા

પીએમ મોદીના પ્રવાસને લઈને કેવડિયા સહિતનો વિસ્તાર SPG ખડકી દેવાઈ છે. તમામ સ્થળો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરનાં રોજ નર્મદા ડેમનો હેલિકોપ્ટરમાંથી આકાશી નજારો નિહાળશે. બાદમાં હેલિપેડ પર ઉતરાણ કરી નર્મદા બંધ પર શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કરશે સાથે જ જનસભા પણ સંબોધશે.

આ પણ વાંચોઃ ઝાડૂ પણ મારે છે અને નગારા પણ વગાડે છે, આવો છે આપણા PMનો અંદાજ

આ છે ભાજપનો કાર્યક્રમ

પીએમનાં જન્મદિન નિમિત્તે ભાજપ સમગ્ર દેશમાં 'સેવા સપ્તાહ'નીઉજવણી કરશે. આ સેવા સપ્તાહ દરમિયાન 14થી 20 સપ્ટેમ્બર સુધી ભાજપ સફાઇ ઝુંબેશ, પર્યાવરણ બચાવો અભિયાન, વૃક્ષારોપણ તથા મેડિકલ કેમ્પ જેવા સેવાકીય કાર્યક્રમો યોજશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK