વડા પ્રધાને આર્મીને બુલેટ્સની સામે બૉમ્બ ફેંકવાની છૂટ આપી છે: અમિત શાહ

07 March, 2019 08:31 AM IST  |  તેલંગણા

વડા પ્રધાને આર્મીને બુલેટ્સની સામે બૉમ્બ ફેંકવાની છૂટ આપી છે: અમિત શાહ

અમિત શાહ

તેલંગણના નિઝામાબાદમાં જાહેર સભાને સંબોધતાં BJPના પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે ‘પુલવામા ટેરર અટૅકના બારમા દિવસે પાકિસ્તાનમાં ત્રણ આતંકવાદી છાવણીઓ નષ્ટ કર્યાની ઘટના આતંકવાદ સામે સખતાઈ આચરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પના પુરાવારૂપ છે. સરહદ પારથી બુલેટ આવે તો સામે બૉમ્બ ફેંકવાની છૂટ સશસ્ત્ર દળોને વડા પ્રધાને આપી છે.’

આ પણ વાંચો : હું આતંકવાદને દૂર કરવા માંગુ છુ, વિરોધપક્ષ મને દૂર કરવા માંગે છે: મોદી

નિઝામાબાદમાં શક્તિકેન્દ્ર પ્રમુખ સંમેલનને સંબોધતાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘કાશ્મીરમાં સલામતી દળોના જવાનોની શહાદતને પખવાડિયું પૂરું થાય એ પહેલાં ઍર-સ્ટ્રાઇક કરીને ભારતે પહેલી વખત પાકિસ્તાનને સંદેશ આપ્યો છે કે ત્રાસવાદી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે. એ સાથે આતંકવાદી કૃત્યનો જવાબ કેવો આપવામાં આવશે એનો પરચો પણ આપણે આપ્યો હતો. પાકિસ્તાનને આતંકવાદીઓ પર પ્રતિબંધ લાદવાની અને એમની ધરપકડો કરવાની ફરજ પડી છે. એની પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય ઇચ્છાશક્તિ કારણભૂત છે. આખું વિશ્વ માને છે કે ભારત વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં સુરક્ષિત છે.’

amit shah national news narendra modi pakistan india telangana