વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં સંબોધન

05 September, 2019 04:25 PM IST  | 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ (EEF)માં ભાગ લેવા માટે રશિયા પ્રવાસે પહોંચ્યા હતા. ગુરુવાર 5 સપ્ટેમ્બરે EEF ફોરમમાં તેમણે કહ્યું કે, ભારત પૂર્વ વિસ્તારના વિકાસ માટે એક બિલિયન ડોલર એટલે કે આશરે લગભગ 72 હજાર કરોડ રૂપિયા આપશે. ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી આર્થિક કૂટનીતિના નવા માપદંડ સ્થાપિત કરશે. ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ પહેલા ગુરુવારે પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી. આ મુલાકાત પછી પીએમ મોદીએ બિઝનેસ પવેલિયનની મુલાકાત કરી હતી.

EEFમાં વડાપ્રધાન મોદીએ સંબોધન આપ્યું હતું અને કહ્યું કે,’ભારત સરકાર એક્ટ ઈસ્ટ મિશન પર કામ કરી રહ્યું છે. ભારત અને રશિયા વચ્ચે 50 જેટલા કરાર થયા છે અને પ્રકૃતિ બચાવવા માટે ઉચિત પગલા લઈ રહ્યાં છે.’ પીએમ મોદીએ પૂર્વ ભાગોમાં 1 બિલિયન ડોલરની લાઈન ઓફ ક્રેડિટ આપી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું,’ભારત અને રશિયા એક સાથે ચાલી રહ્યાં છે. ભારત સરકાર સબકા સાથ, સબકા વિકાસ અને અને સબકા વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છીએ. 2024 સુધી ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ.’

આ ઉપરાંત પીએમ મોદીએ ભારત અને રશિયાન સાથ અંગે વાત કરતા કહ્યું,’ભારત અને રશિયાના સાથે ચાલવાથી વિકાસની ગતિ 1+1=11 બનાવવાનો મોકો છે. હાલમાંજ અમારા દેશના ઘણાં નેતાઓ અહીં આવ્યા હતા અને તેમણે ઘણાં વિષયો પર ચર્ચા કરી હતી. મોદીએ આ દરમિયાન રશિયાના પૂર્વ હિસ્સાના દરેક 11 ગર્વનરોને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારત-રશિયાનો સંબંધ ઐતિહાસિક સપાટીએ છે અને સ્પેસનું અંતર ઓછું કરી શકશે. દરિયાની ઉંડાઈને પણ માપશે.’

ઈર્સ્ટન ઈકોનોમી ફોરમ (EEF)માં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ પુતિને મને આ કાર્યક્રમ માટે ભારતમાં ચૂંટણીના પરિણામ આવ્યા તે પહેલાં જ આમંત્રણ આપ્યું હતું. ભારતના 130 કરોડ લોકોએ મારા પર વિશ્વાસ દર્શાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું છે કે, મને રાષ્ટ્રપતિ પુતિન સાથે રશિયાની પ્રતિભા જાણવાનો મોકો મળ્યો છે. તેણે મને ખૂબ પ્રભાવિત કરી છે. ભારત અને પૂર્વ વિભાગનો સંબંધ ખૂબ જૂનો છે.

વડાપ્રધાન મોદી બે દિવસ રશિયાના પ્રવાસે છે. અહીં તેમણે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે દ્વીપક્ષીય વાતચીત કરી હતી. મુલાકાત દરમિયાન મોદીએ ઝાકીર નાઈકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બંને દેશો વચ્ચે હાલ એ સમજૂતી કરવામાં આવી. આ મામલે અધિકારીઓ સતત સંપર્કમાં રહેશે. નોંધનીય છે કે, ઝાકીર નાઈકને ભારત પરત લાવવા માટે ઘણાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

narendra modi gujarati mid-day