Happy Birthday: જાણો PM મોદી 69 વર્ષે પણ કેવી રીતે ફિટ રહે છે

17 September, 2019 07:45 AM IST  |  દિલ્હી

Happy Birthday: જાણો PM મોદી 69 વર્ષે પણ કેવી રીતે ફિટ રહે છે

મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે. આ ઉંમરે પણ પીએમ મોદી ખૂબ જ ફિટ છે. પીએમ મોદીની ફિટનેસ સ્વાસ્થ્ય પ્રત્યે તેમની જાગૃતિ દર્શાવે છે. કદાચ એ જ કારણ છે કે તે યોગ અને અન્ય બીજા ઉપાયોથી પોતાની જાતને ફિટ રાખે છે. તેમણે ઘણા કાર્યક્રમમાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત રહેવા કહે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ખેલો ઈન્ડિયા, ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ જેવા અવસર પર પીએમ મોદી સ્વસ્થ શરીરના મહત્વ અંગે વાત કરતા રહે છે. તેમણે પોતાના મંત્રીઓને પણ ફિટ રહેવા કહ્યું છે.

PM મોદીની ફિટનેસ ટિપ્સ

વર્ષ 2012માં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના વડાપ્રધાન હતા, ત્યારે તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,'તેમને ખિચડી ખૂબ પસંદ છે અને તે ખૂબ જ સાદુ ભોજન લે છે. તેમણે કહ્યું હતું કે તેઓ નિયમિત યોગ કરે છે અને કસરત પણ કરે છે. પીએમ મોદી કહે છે કે,'મારુ શરીર ક્યારેય દેશ અથવા સમાજ માટે બોજ ન બને, કોઈ મારી સેવા ન કરે, હું ઈચ્છુ છુ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી તંદુરસ્ત રહું.'

યોગ

પીએમ મોદી પોતાના દિવસની શરૂઆત યોગથી કરે છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ફિટનેસના વીડિયો પોસ્ટ કરતા રહે છે. 21 જૂને યોગ દિવસ પહેલા પણ તેમણે યોગ અંગેના કેટલાક વીડિયો ટ્વિટ કર્યા હતા, જેમાં તેમણે પોતાને એનિમેટેડ આસન કરતા બતાવ્યા હતા. યોગ શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. તેનાથી ફ્લેક્સિબિલિટી અને માંસપેશીયોની તાકાત વધવાની સાથે સાથે અનિદ્રા અને સ્ટ્રેસથી છૂટકારો મળે છે.

ઉઘાડા પગે ચાલવું

પોતાના ફિટનેસ રૂટિન વિશે ખુલાસો પીએમ મોદીએ ગત વર્ષે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, તેમાં તેઓ ફૂટ ફિક્લેસોલૉજી એટલે કે ઉઘાડા પગે ચાલતા દેખાયા હતા. પગની રિફ્લેકસોલોજીથી પગના તળિયાના એક્ચુપ્રેશર પોઈન્ટ પર માલિશ કરવા માટે કરાતી કસરત છે. રિફ્કલેક્સોલોજી પથમાં આરોગ્યને ફાયદો થવાનો દાવો થાય છે. જેનાથી બ્લડરપ્રેશર ઘટું, સ્ટ્રેસથી રાહત સહિતના ફાયદા મળે છે.

બ્રીધિંગ એક્સરસાઈઝ

પીએમ મોદીએ એ પણ ખુલાસો કરી ચૂક્યા છે કે તેઓ બ્રીધિંગ એક્સરસાઈઝ પણ કરે છે, જેનો ઉદ્દેશ્ય તંત્રિકા તં્તરને શાંત કરીને હ્રદયની ગતિવિધિ સુધારવાનો છે. બ્રીધિંગ એક્સરસાઈઝના લાભ માટે શ્વાસોચ્છવાસની પ્રણાલી સુધરવાની સાથે સાથે પાચનને ફાયદો થાય છે.

આ પણ વાંચોઃ ઝાડૂ પણ મારે છે અને નગારા પણ વગાડે છે, આવો છે આપણા PMનો અંદાજ

શરદી-ઉધરતમાં ઘરગથ્થુ ઉપાય

અભિનેતા અક્ષયકુમારને આપેલા નોન પોલિટિકલ ઈન્ટરવ્યુમાં અક્ષયકુમારને પીએમ મોદીએ કહ્યું હતું,'શરદી ઉધરસમાં હું ગરમ પાણી પીઉં છું. શક્ય હોય તો ઉપવાસ કરુ છું. 24થી 48 કલાક ફક્ત ગરમ પાણી પીવું છું. ત્રીજું સરસવનું તેલ ગરમ કરીને એક બે ટીપા નાકમાં નાખું છું. તેનાથી બળે છે, પણ એ કે બે દિવસમાં ઠીક થઈ જાય છે. '

narendra modi