PM મોદી ફ્રાંસ જવા રવાના, ટ્રમ્પ સાથે કાશ્મીર અંગે થઈ શકે છે વાત

25 August, 2019 02:32 PM IST  |  દિલ્હી

PM મોદી ફ્રાંસ જવા રવાના, ટ્રમ્પ સાથે કાશ્મીર અંગે થઈ શકે છે વાત

પીએમ મોદી અને ટ્રમ્પ (File Photo)

ફ્રાંસમાં જી7 સમિટમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાના થઈ ચૂક્યા છે. 24 ઓગસ્ટમાં ફ્રાંસના બિયારેટ્ઝ શહેરમાં જી7 શિખર સંમેલન યોજાઈ રહ્યું છે. જી7 સમિટ દરમિયાન આખા વિશ્વની નજર પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની મુલાકાત પર રહેશે. ટ્રમ્પ અને મોદી વચ્ચે જી7 સમિટથી અલગ મુલાકાત પણ થવાની છે. આશા છે કે આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વેપારની સમજૂતી ઉપરાંત કાશ્મીર મુદ્દે વાત કરી શકે છે.

ટ્રમ્પ સાથે કાશ્મીર મુદ્દે થશે વાત ?

એવી ચર્ચા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જી7 શિખર સમિટમાં પીએમ મોદી સાથેની બેઠકમાં પાકિસ્તાન અને બારત વચ્ચે કાશ્મીરના મુદ્દા સહતિ પાકિસ્તાન તરફથી પ્રોત્સાહિત થતા આતંકવાદ પર ચર્ચા કરી શકે છે. અમેરિકન સરકારના વરિષ્ઠ અધિકારએ કહ્યું કે કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક નિર્ણય છે, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ કદાચ એ જાણવા ઈચ્છે કે પીએમ મોદી આ નિર્ણય બાદ સર્જાયેલી સ્થિતિને કેવી રીતે શાંત કરશે. અને આશા છે કે આ ચર્ચામાં કંઈક નિર્ણય આવશે.

પીએમ મોદી બહેરીનની મુલાકાત પૂરી કરીને ફ્રાંસ જવા રવાના થયા છે. પીએમ મોદીએ બહેરીનમાં શનિવારે બહેરીનના રાજા હમદ બિન ઈસા અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી. આ પહેલા પીએમ મોદીએ બહેરીનના નેશનલ સ્ટેડિયમમાં 15 હજાર ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું.

આ પણ વાંચોઃ Arun Jaitley : નરેન્દ્ર મોદીના 'કિંમતી હીરા' અને ચાણક્ય

બહેરીનમાં મળ્યું સન્માન

આ યાત્રા દરમિયાન પીએમ મોદીને બહેરીનના સૌથી મોટા સન્માન 'ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધી રેનસાં'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું,'હું કિંગ હમાદ ઓર્ડર ઓફ ધી રેનસાં'થી સન્માનિ થયા બાદ પોતાની જાતને સૌભાગ્યશાળી માની રહ્યો છું. તેમણે કહ્યું કે આ આખા ભારત માટે સન્માનની વાત છે. આ બહેરીન અને ભારત વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક છે.

narendra modi donald trump france jammu and kashmir