'પરીક્ષા પે ચર્ચા': પરીક્ષાની બહાર પણ બહુ મોટી દુનિયા હોય છે- મોદી

29 January, 2019 11:57 AM IST  |  નવી દિલ્હી

'પરીક્ષા પે ચર્ચા': પરીક્ષાની બહાર પણ બહુ મોટી દુનિયા હોય છે- મોદી

પરીક્ષાપે ચર્ચામાં મોદીએ બાળકો સાથે વાતચીત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બાળખોને એક્ઝામ ફોબિયાથી બચવાની ટિપ્સ આપશે. ચર્ચામાં નવમા ધોરણથી 12મા ધોરણના વિદ્યાર્થીઓ, 25 વર્ષથી ઓછી ઉંમરના સ્નાતક તેમજ સ્નાતકોત્તર વિદ્યાર્થીઓ, માતા-પિતાઓ અને શિક્ષકો પણ હિસ્સો લેશે. દિલ્હીના તાલકાટોરા સ્ટેડિયમમાં આયોજિત 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દેશભરના ઘણા રાજકીય વિદ્યાલયોમાં પણ જોવા મળશે. તેને લઈને ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન સ્કૂલે શિક્ષણ વિભાગને આદેશ જાહેર કરી દીધા છે.

આ પણ વાંચો: અયોધ્યા વિવાદઃકેન્દ્રનું મહત્વનું પગલું, SCમાં કરી જમીન પાછી આપવાની અરજી

પીએમને પહેલો સવાલ અને તેનો જવાબ

કોલકાતાથી રૂલી દત્તાએ પીએમ નરેન્દ્ર મોદીને સવાલ કર્યો, એક શિક્ષક હોવા તરીકે તે માતા-પિતાઓને શું કહેવું જોઈએ જેઓ એમ સમજે છે કે પરીક્ષાથી તેમના બાળકોનું ભવિષ્ય કાં તો બની શકે છે કાં બગડી શકે છે? તેને મળતો આવતો જ એક અન્ય સવાલ રોહિતે પણ કર્યો. તેઓ દિલ્હી રહીને સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા છે.

તેના પર વડાપ્રધાને કહ્યું કે આપણે જાતને એ પૂછવું જોઈએ કે શું પરીક્ષા જિંદગીની છે કે પછી કોઈ ધોરણની? જો આટલું જ આપણે વિચારી લઈએ તો આપણો જે બોજ છે તે ઓછો થઈ જશે અને એક કામ માટે ફોકસ પણ વધી જશે. તેમણે કહ્યું કે જેઓ એવું કહે છે કે અત્યારે નહીં તો ક્યારેય નહીંવાળો ભાવ કશું નથી. પરીક્ષાની બહાર પણ બહુ મોટી દુનિયા હોય છે.

narendra modi