PM મોદી 3 દેશોના પ્રવાસ પર રવાના, G-7 સમીટ બાદ UAE અને બહરીન જશે

22 August, 2019 03:38 PM IST  | 

PM મોદી 3 દેશોના પ્રવાસ પર રવાના, G-7 સમીટ બાદ UAE અને બહરીન જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દેશની આધિકારિક યાત્રા માટે રવાના થઈ ગયા છે. પોતાના આ વિદેશ પ્રવાસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસથી કરશે. જ્યા તે G-7 સમીટમાં ભાગ લેશે. ફ્રાન્સ બાદ વડાપ્રધાન મોદી UAE અને ત્યાર બાદ બહરિન જશે. ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોન અને વડાપ્રધાન એડૌર્ડ ફિલિપ સાથે દ્રિપક્ષીય બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે ત્રણેય દેશેઓ કાશ્મીર મામલે ખુલેઆમ ભારતનું સમર્થન કર્યું છે.

પીએમ મોદી 22 ઓગસ્ટે ફ્રાન્સમાં 2 દિવસના આધિકારિક પ્રવાસ પર છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વાર્તાના એજન્ડામાં રક્ષા સહયોગ, એટોમિક ઉર્જા, સમુદ્રી સહયોગ અને આતંકવાદને રોકવા માટેના ઉપાયો મોખરા ઉપર રહેશે. ભારત દ્વારા આશરે 60,000 કરોડ રુપિયાના ખર્ચે 36 રાફેલ વિમાનની ખરીદીનો સોદો પૂરો કરવામાં આવશે અન આ સોદા અંતર્ગત જેટ વિમાનનો પહેલો જથ્થો આ વર્ષ સુધીમાં ભારત પહોચશે.

આ પણ વાંચો: INX Media Case Live Updates: ફરી શરૂ થઈ ચિદંબરમની પૂછપરછ

ફ્રાન્સ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી યૂએઈ અને બહરિન જશે. યૂએઈમાં પીએમ મોદી ને ત્યાનાં સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવશે. આ એવોર્ડ માટે એપ્રીલમાં તેમનું નામ જાહેર કરાયું હતું. યૂએઈ સાથે ભારતના સંબંધો ઘણા સારા છે. કાશ્મીર મુદ્દાની વાત કરીએ તો આ બન્ને દેશોના દ્રિપક્ષીય પ્રવાસ પર જઈ રહ્યા છે. યૂએઈ અને બહરિનના પ્રવાસ પછી પીએમ મોદી ફરી ફ્રાન્સના બિયારિટ્ઝ 25 ઓગસ્ટે પહોંચશે જ્યાં તે G-7 શિખર સંમ્મેલન માટે જશે.

narendra modi gujarati mid-day