દિલ્હીમાં ઓવરલોડ ટ્રક-ડ્રાઇવરને બે લાખ રૂપિયાનો મેમો પકડાવ્યો!

14 September, 2019 10:23 AM IST  |  નવી દિલ્હી

દિલ્હીમાં ઓવરલોડ ટ્રક-ડ્રાઇવરને બે લાખ રૂપિયાનો મેમો પકડાવ્યો!

દિલ્હી ટ્રક ચલાણ

નવી દિલ્હી : (જી.એન.એસ.) નવા મોટર વાહન અધિનિયમને કારણે લોકોનાં ભારે ચલાન કાપવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં એક ટ્રક માટે બે લાખ રૂપિયાનું ચલાન કાપવામાં આવ્યું છે, જેણે ચલણના અગાઉના તમામ રેકૉર્ડ નષ્ટ કરી દીધા છે. મામલો દિલ્હીનો છે જ્યાં રામકિશન નામના ટ્રકચાલકે દંડરૂપે ૨,૦૦૫૦૦ રૂપિયાનું ચલાન ભરવું પડ્યું હતું.

ટ્રકનું આ ચલાન બુધવારે રાતે બનાવવામાં આવ્યું હતું. ગઈ કાલે રાતે દિલ્હીના મુકરબા ચોકથી ભાલસવા તરફ જતી હતી ત્યારે દિલ્હી પોલીસે રેતી ભરેલી ટ્રકને ઝડપી લીધી હતી. એ પછી ઓવરલોડિંગને કારણે આ ચલાન કાપવામાં આવ્યું હતું જે ગુરુવારે રોહિણી કોર્ટમાં જમા કરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું ચલાન હતું.

આ પણ વાંચો : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ

ઓવરલોડિંગ માટે જે ટ્રકનું ચલાન કપાયું એનો નંબર એચઆર ૬૯સી ૭૪૭૩ છે. ટ્રકમાલિકે કહ્યું કે અમારી ટ્કનું લોડ ૨૫ ટન હતું અને એમાં ૪૩ ટન રેતી હતી. ગાડીમાં વધુ ૧૮ ટન વધુ ગણાવીને ચલાન અપાયું હતું. તેઓ પોતે જાણતા નથી કે ચલાન કેવી રીતે ગણવામાં આવ્યું છે. વધેલા ઇન્વૉઇસ વિશે ટ્રકમાલિક કહે છે કે આટલી મોટી રકમ વસૂલ કરવી મારી સાથે ઘણું વધારે છે.

new delhi