ઓડિશા રસગુલ્લાને જીઆઇ ટૅગ મળ્યું

30 July, 2019 12:05 PM IST  |  ભુવનેશ્વર

ઓડિશા રસગુલ્લાને જીઆઇ ટૅગ મળ્યું

રસગુલ્લા

આખરે ઓડિશા લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યું હતું એ રસગુલ્લા માટેનું જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ (જીઆઇ) ટૅગ મળી ગયું છે. રાજ્યને ‘ઓડિશા રસગોલા’ તરીકેનું રજિસ્ટર્ડ જીઆઇ ટૅગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે જે ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૮ સુધી માન્ય રહેશે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળને તેના ‘બાંગ્લાર રસગુલ્લા’ માટે ૨૦૧૭માં જીઆઇ ટૅગ મળ્યું હતું, ત્યાર બાદ ઓડિશાએ રસગોલાના તેના પોતાના વર્ઝન માટે જીઆઇ ટૅગની માગણી કરવા માટે ઓડિશા હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઇએલ) દાખલ કરી હતી તથા એણે જીઆઇ રજિસ્ટરીનું શરણું લીધું હતું.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં નવા-જૂનીનાં એંધાણઃ આજે બીજેપી નેતાઓની બેઠક

સંસ્કૃતિ નિષ્ણાત અસિત મોહન્તીએ જણાવ્યા અનુસાર ‘પશ્ચિમ બંગાળને ‘બાંગ્લાર રસગોલા’ માટે જીઆઇ ટૅગ મળ્યું હતું જે ૧૮૬૩થી અસ્તિત્વ ધરાવે છે, પરંતુ અમે ૧૫મી સદીના અંતે લખાયેલી દંડી રામાયણની વિગતો રજૂ કરી હતી. એ દર્શાવે છે કે ઓડિશામાં ૫૦૦ વર્ષ કરતાં વધુ સમયથી રસગુલ્લા અસ્તિત્વ ધરાવે છે.’

odisha national news