રોડ અકસ્માતો અટકાવવા દેશભરમાં તામિલનાડુ મોડલ લાગુ કરાશેઃ નીતિન ગડકરી

23 July, 2019 09:37 AM IST  |  નવી દિલ્હી

રોડ અકસ્માતો અટકાવવા દેશભરમાં તામિલનાડુ મોડલ લાગુ કરાશેઃ નીતિન ગડકરી

નીતિન ગડકરી

દેશમાં વાહનવ્યવહારની દુર્દશાને કારણે વધી રહેલી અકસ્માતની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે સરકાર સક્રિય બની છે. આ માટે સરકારે તામિલનાડુ મોડલ અપનાવવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં માત્ર તામિલનાડુ એવું રાજ્ય છે, સુઘડ વાહનવ્યવહાર સુવિધા છે અને અન્ય રાજ્યોની સરખામણીમાં રોડ અકસ્માતની સંખ્યા ઓછી છે.

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન સડક પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સોમવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સમગ્ર દેશમાં તામિલનાડુ મોડલ લાગુ કરવામાં આવશે. ગડકરી મુજબ ૨૦૧૮માં દેશમાં રોડ અકસ્માતમાં મરનારનો આંકડો ૧.૮૮ લાખ હતો. તેમના મુજબ રોડ અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે અને સરકાર આ માટે પૂરતાં પગલાં ઉઠાવી રહી છે.

સરકારી આંકડાઓ મુજબ ઉત્તર પ્રેદશમાં ગત વર્ષે રોડ અકસ્માતમાં થનારી મોતમાં ૧૭ ટકાનો વધારો થયો છે. તામિલનાડુ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં રોડ અકસ્માતની ઘટનાઓ ઓછી નોંધવામાં આવી છે. જેના કારણે સરકાર સમગ્ર દેશમાં તામિલનાડુ મોડલ લાગુ કરવા પ્રયત્નશીલ છે. 

આ પણ વાંચો : ગાંધી પરિવાર સિવાય કોઈ અધ્યક્ષ બનશે તો પાર્ટી 24 કલાકમાં ભાંગી પડશે: નટવર સિંહ

વાહનવ્યવહારમાં સુધારા અંગે જાણકારી આપતા ગડકરીએ જણાવ્યું કે, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે બધા જ રાજ્યમાર્ગો પર વધારે પડતા અકસ્માત થનાર જગ્યાઓ (બ્લેક સ્પોટ)ની ઓળખ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજનાનો પ્રસ્તાવ વિશ્વ બેન્ક સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. જે હેઠળ સાત હજાર કરોડ રૂપિયા એશિયાઇ વિકાસ બેન્ક અને સાત હજાર કરોડ રૂપિયા વિશ્વ બેન્ક તરફથી મળશે. આ યોજના હેઠળ તમામ બ્લેક સ્પોટને દૂર કરી રાજ્યમાર્ગોને સુઘડ બનાવવામાં આવશે.

new delhi nitin gadkari national news