જેટલીના ખબરઅંતર પૂછવા ઉપરાષ્ટ્રપતિ નાયડુ એઇમ્સ પહોંચ્યા

11 August, 2019 09:30 AM IST  |  નવી દિલ્હી

જેટલીના ખબરઅંતર પૂછવા ઉપરાષ્ટ્રપતિ નાયડુ એઇમ્સ પહોંચ્યા

વેન્કૈયા નાયડુ

ઘણા લાંબા સમયથી બીમાર રહેતા ભૂતપૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીને દિલ્હીની એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. એઇમ્સ ખાતે જેટલીની ખબરઅંતર પૂછવા ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુ એઇમ્સ પહોંચ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ ડૉક્ટરોને જેટલીની તબિયતના ખબરઅંતર પૂછ્યા હતા. જેટલીની હાલ તબિયત સ્થિર છે. ડૉક્ટરોની એક ટીમ સતત તેમની સાથે છે.

શુક્રવારે ભૂતપૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીએ છાતીમાં દુખાવો અને કમજોરીની ફરિયાદ કરી હતી. જ્યારથી તેમના સમાચાર સામે આવ્યા છે તેમને મળવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને બીજેપીના બીજા દિગ્ગજ નેતાઓ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા અને જેટલીની તબિયતના સમાચાર પૂછ્યા હતા.

શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને મેડિકલ તપાસ માટે શુક્રવારે સવારે ૧૧ વાગ્યે એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને સીએન (ન્યૂરો કાર્ડિયેક) સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યા છે. કેટલાક રિપોટ્‌ર્સ પ્રમાણે જણાવવામાં આવી રહ્યું છે કે અશક્તિ અને ગભરામણના કારણે તેમને ભરતી કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કેરળમાં ભારે વરસાદથી 42નાં મૃત્યુ, દક્ષિણ રેલવેએ 20 ટ્રેન રદ કરી

જેટલી છેલ્લાં બે વર્ષથી બીમાર છે. તેઓ સોફ્ટ ટિશ્યૂ કૅન્સરથી પીડિત છે. કિડની સંબંધી બીમારી બાદ ગત વર્ષે મેમાં તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી, કિડનીની બીમારી સાથે સાથે જેટલી કૅન્સરનો પણ સામનો કરી રહ્યા છે. તેમના જમણા પગમાં સોફ્ટ ટિશ્યૂ કૅન્સર થઈ ગયું છે, એની સર્જરી માટે જેટલી આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા.

arun jaitley venkaiah naidu national news