Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેરળમાં ભારે વરસાદથી 42નાં મૃત્યુ, દક્ષિણ રેલવેએ 20 ટ્રેન રદ કરી

કેરળમાં ભારે વરસાદથી 42નાં મૃત્યુ, દક્ષિણ રેલવેએ 20 ટ્રેન રદ કરી

11 August, 2019 09:09 AM IST | તિરુવનંથપુરમ

કેરળમાં ભારે વરસાદથી 42નાં મૃત્યુ, દક્ષિણ રેલવેએ 20 ટ્રેન રદ કરી

કર્ણાટકમાં જળસામ્રાજ્ય : કર્ણાટકના બાગલકોટ જિલ્લાના ઍરિયલ વ્યુ પરથી રાજ્યમાં ફરી વળેલાં પાણીએ સર્જેલી હોનારત જોઈ શકાય છે. આ કુદરતી આફતને પગલે રાજ્યમાં અત્યાર સુધી ૧૦૦ જણનાં મૃત્યુ થયાં છે અને હજારો નાગરિકોને સુર​ક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.  (તસવીર : એ.એફ.પી.)

કર્ણાટકમાં જળસામ્રાજ્ય : કર્ણાટકના બાગલકોટ જિલ્લાના ઍરિયલ વ્યુ પરથી રાજ્યમાં ફરી વળેલાં પાણીએ સર્જેલી હોનારત જોઈ શકાય છે. આ કુદરતી આફતને પગલે રાજ્યમાં અત્યાર સુધી ૧૦૦ જણનાં મૃત્યુ થયાં છે અને હજારો નાગરિકોને સુર​ક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. (તસવીર : એ.એફ.પી.)


ભારે વરસાદ બાદ પૂરને કારણે હજારો લોકો ગુમ થયા છે. કેરળ રાજ્યમાં સૌથી વધારે ૪૨ લોકોનાં મોત થયાં છે. એનડીઆરએફની ટીમ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડી રહી છે. સેના, નેવી, વાયુસેના સહિત કોસ્ટ ગાર્ડની ૧૭૩ ટીમનું બચાવ અને રાહતકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

કર્ણાટકના ૧૫ જિલ્લામાં ભારે વરસાદમાં ફસાયેલા ૮૦ હજાર લોકોને બચાવ્યા છે. તામિલનાડુના નીલગિરિ જિલ્લાના એવલાંચીમાં ગુરુવારે ૯૧૧ મિલીમીટર વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે ઘણાં સ્થળોએ ભૂસ્ખલન થયું. રાજ્ય સરકારે ૧૦૦ કરોડ રૂપિયાનું રાહત પૅકેજ જાહેર કર્યું છે. કેરળના પલક્કડ ક્ષેત્રમાં ભારે વરસાદના પગલે દક્ષિણ રેલવેના બે રૂટોની ૨૦ ટ્રેન રદ કરી છે. કેરળમાં મુશળધાર વરસાદનો કહેર હજી પણ ચાલુ છે. પૂર, ભૂસ્ખલન તથા વરસાદ સંબંધીત ઘટનાઓમાં મરનારની સંખ્યા વધીને ૪૨ થઈ ગઈ છે, જ્યારે ૧ લાખથી વધારે લોકોને રાહત શિબિરમાં રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ સવારે ૭ વાગ્યે મળેલ રિપોર્ટમાં બતાવ્યું કે ૮ ઑગસ્ટથી સતત પડી રહેલા વરસાદથી કોજ્ઞિકોડ અને મલ્લપુરમ જિલ્લામાં ૨૦ અને વાયનાડમાં ૯ લોકોના જીવ ગયા છે. તેમણે બતાવ્યું કે રાજ્યમાં ૯૮૮ રાહત શિબિરોમાં ૧,૦૭,૬૯૯ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા છે. વાયનાડથી સૌથી વધારે ૨૪,૯૯૦ લોકોને આ રાહત શિબિરોમાં પહોંચાડાયા છે. કેરળના ૮ જિલ્લા પૂરગ્રસ્ત છે. મલ્લપુરમ અને વાયનાડમાં હાલત સૌથી ખરાબ છે. અહીં શુક્રવારે ૨૫ જગ્યાઓ પર ભૂસ્ખલન થયું જેમાં બે જગ્યાએ ૪૦ લોકોના દબાયેલા હોવાની આશંકા છે. વાયનાડમાં ૬ લોકોનાં મોત થયાં છે. અહીં ૬૪ હજાર લોકોને સુરક્ષિત ખસેડાયા છે. વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુક્રવારે કેરળમાં પૂરની હાલત પર ચર્ચા કરી અને રાજ્યને સંકટનો સામનો કરવા કેન્દ્ર સરકારની મદદ માગી. રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીને કાર્યકર્તાઓને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્યમાં મદદ કરવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ પોતાના વાયનાડ સાંસદવાળા ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે કેન્દ્ર સરકારે સંભવ તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. કોચ્ચી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના રનવે પર પાણી ભરાવાથી ફ્લાઇટનું સંચાલન રવિવારે બપોરે ૩ વાગ્યાથી બંધ કરી દેવાયું છે.



આ પણ વાંચો : ગુજરાત સહિત કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં મેઘતાંડવ : ઘરોમાં પાણી ઘુસ્યા


દક્ષિણનાં ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનડીઆરએફની ૮૩ ટીમ રવાના કરી છે. ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયએ કહ્યું કે ગૃહ પ્રધાન અમિત શાહ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સંબંધિત વિભાગોને નિર્દેશ આપી રહ્યા છે. હવામાન વિભાગે ૬ રાજ્યોમાં મુશળધાર વરસાદનું અલર્ટ આપ્યું છે જેમા કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાન સામેલ છે. કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ શુક્રવારે કહ્યું કે કેન્દ્રને પૂરની હાલતથી અવગત કરવામાં આવ્યા છે. યેદિયુરપ્પાએ તમામ મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા મદદની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ સીએમ અને જેડીએસ નેતા કુમારસ્વામીએ જાહેરાત કરી છે કે પાર્ટીના તમામ ધારાસભ્યો પોતાનો એક મહિનાનો પગાર પૂરપીડિતોને દાન આપશે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 09:09 AM IST | તિરુવનંથપુરમ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK