પેટ્રોલમાં 19 અને ડીઝલમાં 16 પૈસાનો વધારો, એલપીજી સિલિન્ડર મોંઘુ

02 October, 2019 10:30 AM IST  |  નવી દિલ્હી

પેટ્રોલમાં 19 અને ડીઝલમાં 16 પૈસાનો વધારો, એલપીજી સિલિન્ડર મોંઘુ

પેટ્રોલના ભાવમાં થયો વધારો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડા દિવસોની સ્થિરતા જોયા બાદ ગઈ કાલે સતત બીજા દિવસે તેજી જોવા મળી. સાઉદી અરામકોના બે પ્લાન્ટ પર ગયા થોડા દિવસો પહેલાં થયેલા ડ્રોન હુમલા બાદ એશિયાઈ બજાર સાથે ઘરેલુ બજારમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઊથલપાથલ જોવા મળી રહી છે. ગઈ કાલે સવારે દેશનાં ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી. આ સાથે જ ગઈ કાલે સવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૧૯ પૈસા અને ડીઝલમાં ૧૬ પૈસાની તેજી આવી હતી.

આ સાથે જ દિલ્હીમાં ગઈ કાલે પેટ્રોલ ૭૪.૬૧ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ડીઝલમાં પણ ૧૯ પૈસા વધીને ૬૭.૪૯ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

એલપીજી સિલિન્ડર મોંઘુ સતત બીજા મહિને ભાવમાં ભડકો

ગઈ કાલથી રાંધણ ગૅસનો બાટલો મોંઘો થયો છે. સતત બીજા મહિને રાંધણ ગૅસના ભાવ વધ્યા છે. દેશનાં મુખ્ય શહેરોમાં સબસિડી વગરનો બાટલો ૧પ રૂપિયા મોંઘો થયો છે. ગઈ કાલથી દિલ્હીમાં ૧૪.ર કિલોનો સબસિડી વગરનો બાટલો લેવા ૬૦પ રૂપિયા આપવા પડશે.

આ પણ વાંચો : રાષ્ટ્રપિતાને નમન કરવા PM મોદી સાથે પહોંચ્યા કેજરીવાલ,જુઓ વીડિયો

કલકત્તામાં ૬૩૦ રૂપિયા, મુંબઈમાં પ૭૪.પ૦ રૂપિયા તથા ચેન્નઈમાં ૬ર૦ રૂપિયા દેવા પડશે. તો ૧૮ કિલોવાળા બાટલા માટે દિલ્હીમાં ૧૦૮પ, કલકત્તામાં ૧૧૩૯.પ૦, મુંબઈમાં ૧૦૩ર.પ૦ તથા ચેન્નઈમાં ૧૧૯૯ રૂપિયા ચૂકવવા પડશે. સપ્ટેમ્બરમાં દિલ્હીમાં ૧૪.ર કિલો સબસિડી વગરનો બાટલો પ૯૦ રૂપિયામાં મળતો હતો.

new delhi national news