Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાષ્ટ્રપિતાને નમન કરવા PM મોદી સાથે પહોંચ્યા કેજરીવાલ,જુઓ વીડિયો

રાષ્ટ્રપિતાને નમન કરવા PM મોદી સાથે પહોંચ્યા કેજરીવાલ,જુઓ વીડિયો

02 October, 2019 10:28 AM IST | નવી દિલ્હી

રાષ્ટ્રપિતાને નમન કરવા PM મોદી સાથે પહોંચ્યા કેજરીવાલ,જુઓ વીડિયો

PM મોદી અને અરવિંદ કેજરીવાલ

PM મોદી અને અરવિંદ કેજરીવાલ


રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની આજે 150મી જન્મજયંતિ છે. સાથે જ દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 116મી જયંતિ છે. આ મોકા પર આખો દેશ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ સવારે રાજઘાટ પહોંચીને બાપુને અંજલિ આપી. સાથે જ વિજયઘાટ જઈને પૂર્વ વડાપ્રધાનને પુષ્પાંજલિ અર્પણ કરી. આ દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વડાપ્રધાન મોદી સાથે વિજયઘાટ પહોંચ્યા હતા.




તેમન સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર હતા. બંનેએ લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરી તેમને પુષ્પાંજલિ આપી.

તમામ લોકો પોતા-પોતાની રીતે મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યા છે. એવામાં મહાત્મા ગાંધીને એર ઈન્ડિયાએ અનોખા અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી. કંપનીએ વિમાનના પાછળ ભાગમાં મહાત્મ ગાંધીની તસવીર બનાવી તેમને યાદ કર્યા.



વડાપ્રધાન મોદી પહેલા કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાજઘાટ પહોંચીના મહાત્મા ગાંધીને યાદ કર્યા. ત્યારે તેમની સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ હાજર હતા.



બંને રાજનેતાઓને યાદ કરતા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને વીડિયો પણ શેર કર્યો. બાપૂને યાદ કરતા તેમણે લખ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 150મી જન્મજયંતિ પર શત-શત નમન. તેમણે આગળ લખ્યું કે અમે માનવતા માટે તેમના યોગદાન માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છે. સાથે જ તેમણે લખ્યું કે અમે તેમના સપના સાકાર કરવાની અને એક સારો દેશ બનાવવા માટે આકરી મહેનત કરવાની પ્રતિજ્ઞા લઈએ છે.


લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતા તેમણે ટ્વીટ કર્યુ કે, જય જવાન જય કિસાનના ઉદ્ઘોષથી દેશમાં નવી ઊર્જાનો સંચાર કરનાર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતિ પર શત-શત નમન.


ઉપરાષ્ટ્રપતિએ પણ કર્યા યાદ
મહાત્મા ગાંધીને યાદ કરીને દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ અનેક ટ્વીટ કર્યા. તેમણે લખ્યું કે અહિંસા મનુષ્યના હાથમાં રહેલી સૌથી પ્રભાવશાળી શક્તિ છે. આ માનવીની બુદ્ધિએ બનાવેલા સૌથી વિનાશકારી હથિયાર કરતા પણ વધુ શક્તિશાળી છે. ભારતીયના રૂપમાં આ આપણા સૌ માટે ગૌરવની વાત છે કે સંયુક્ત રાષ્ટ્રએ 2 ઑક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસના રૂપમાં સ્વીકાર્યો છે.

આ પણ જુઓઃ Mahatma Gandhi 150th Birth anniversary: બાપુની જીવન ઝરમર જુઓ તસવીરોમાં...

તેમણે આગળ લખ્યું કે મહાત્મા ગાંધીએ સાત ગંભીર અપરાધોથી બચવાની સલાહ પણ આપી છે. કામ વગર અર્જિત કરેલી સંપત્તિ, અંતરાત્મા વિના ઉપભોગ, ચરિત્ર વિના મેળવેલું જ્ઞાન, નૈતિકતા વિના વેપાર, માનવતા રહિત વિજ્ઞાન, ત્યાગ વગર ધર્મ અને સિદ્ધાંત વિહીન રાજનીતિ, આ મૂળતઃ આપણી નૈતિકતાની કસોટી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2019 10:28 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK