મંત્રીઓ 9:30 વાગ્યે ઑફિસ પહોંચે, ઘરેથી કામ ન કરે : મોદી

14 June, 2019 08:31 AM IST  |  નવી દિલ્હી

મંત્રીઓ 9:30 વાગ્યે ઑફિસ પહોંચે, ઘરેથી કામ ન કરે : મોદી

નરેન્દ્ર મોદી

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રીઓને કહ્યું કે તેમણે સવારે 9:30 વાગ્યા સુધીમાં ઑફિસ પહોંચી જવું જોઈએ અને ઘરેથી કામ કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ જેથી બીજા લોકો સમક્ષ દાખલો બેસાડી શકાય.

મંત્રીમંડળની બેઠક દરમિયાન વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે ૪૦ દિવસના સંસદીય સત્ર દરમિયાન કોઈ બહારનો પ્રવાસ ન ખેડે. વડા પ્રધાને પોતાનો દાખલો આપતાં કહ્યું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે અધિકારીઓ સાથે સવારે સમયસર ઑફિસે પહોંચી જતા હતા. તેમણે મંત્રીઓને કહ્યું કે તેઓ નવા ચૂંટાયેલા સંસદસભ્યોને પણ મળે, કારણ કે સંસદસભ્ય અને મંત્રીમાં ખાસ અંતર નથી હોતું.

આ પણ વાંચો : મિસિંગ એએન-32 વિમાનનો એકેય સભ્ય જીવતો બચ્યો નથી : બચાવ દળ

વડા પ્રધાન મોદીએ તેમની કૅબિનેટના તમામ મંત્રીઓને પાંચ વર્ષનો એજન્ડા બનાવીને કામની શરૂઆત કરવાની સલાહ આપી અને તાકીદ કરી કે આની અસર પહેલા 100 દિવસમાં જ દેખાવી જોઈએ.

narendra modi national news