ઓડિશામાં અત્યાર સુધીનું સૌથી મોટું ચલાન, ટ્રકમાલિકને સાડા છ લાખનો દંડ

15 September, 2019 11:51 AM IST  |  ઓડિશા

ઓડિશામાં અત્યાર સુધીનું સૌથી મોટું ચલાન, ટ્રકમાલિકને સાડા છ લાખનો દંડ

ઓડિશામાં અત્યાર સુધીનું સૌથી મોટું ચલાન

નવો મોટર વેહિકલ ઍક્ટ લાગુ થયા બાદ ઓડિશાના સંબલપુરમાં અત્યાર સુધીનું સૌથી મોટું ચલાન કાપવામાં આવ્યું છે. તમે જાણીને ચોંકી જશો કે નાગાલૅન્ડના એક ટ્રકમાલિક પર ટ્રાફિક નિયમ તોડવાના કારણે ૬,૫૩,૧૦૦ રૂપિયાનો દંડ લગાડવામાં આવ્યો છે. ઓડિશા પરિવહન વિભાગે કુલ ૭ ટ્રાફિક નિયમો તોડવા પર જૂના મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ટ્રકમાલિકને આ ચલાન-રસીદ સોંપી છે. માહિતી મુજબ ટ્રકમાલિકનું નામ શૈલેશ શંકરલાલ ગુપ્તા છે. શૈલેશ શંકરે છેલ્લાં પાંચ વર્ષોથી ટૅક્સ ભર્યો નહોતો અને ઘણા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો : 45 વર્ષથી આ વકીલભાઈ નાસ્તામાં કાચ ખાય છે

ટ્રકમાલિક પર જનરલ ઑફેન્સ હેઠળ ૧૦૦ રૂપિયા, હવા અને ધ્વનિ પ્રદૂષણના માનાંકોના ઉલ્લંઘન કરવા પર ૧૦૦૦ રૂપિયા, માલવાહનમાં યાત્રી લઈ જવા માટે ૫૦૦૦ રૂપિયા, અનુમતી વિના વાહન ચલાવવા પર ૫૦૦૦ રૂપિયા અને ઇન્શ્યૉરન્સ ચૂકવવા પર ૧૦૦૦ રૂપિયાનું ચલાન કાપવામાં આવ્યું છે. આ રીતના બીજા પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર અત્યાર સુધીનું કુલ મળીને ૬,૫૩,૧૦૦ રૂપિયાનું ચલાન કાપવામાં આવ્યું છે. ઓડિશાના સંબલપુરમાં આ ચલાન ૧૦ ઑગસ્ટના રોજ કાપવામાં આવ્યું હતું.

odisha national news